Corona Update: રાજ્યમાં નવા 1512 કેસ, 14 મૃત્યુ, ગુજરાતનો રિકવરી રેટ 91.15%

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 91.15 ટકા છે. 
 

Corona Update: રાજ્યમાં નવા 1512 કેસ, 14 મૃત્યુ, ગુજરાતનો રિકવરી રેટ 91.15%

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1570 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 91.15 ટકા છે. 

રાજ્યમાં વધુ 14 લોકોના મૃત્યુ
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે અને ગ્રામ્યમાં એક મળીને કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 813 છે. જેમાં 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 1,93,938 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 4018 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 79,63,653 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news