કોરોના વાયરસઃ રાજકોટમાં નવા ચાર, બોટાદમાં ત્રણ કેસ નોંધાયા


આ નવા કેસની સાથે રાજકોટમાં કુલ સંક્રમિતોની સંખ્યા 157 અને બોટાદ જિલ્લામાં 89 પર પહોંચી છે. 

કોરોના વાયરસઃ રાજકોટમાં નવા ચાર, બોટાદમાં ત્રણ કેસ નોંધાયા

રાજકોટ/બોટાદઃ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં સતત કેસો વધી રહ્યાં છે. આજે રાજકોટમાં નવા ચાર કેસ સામે આવ્યા છે. તો બોટાદમાં પણ ત્રણ કેસ નોંધાયા છે. રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આજે ત્રણ પુરૂષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

રાજકોટમાં ત્રણ નવા કેસ
રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આજે કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ગાંધીગ્રામ શિવમ પાર્ક, કાલાવડ રોડ, આસ્થા રેસીડેન્સી અને યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં નવા કેસ નોંધાયા છે. આ કેસની સાથે રાજકોટ શહેરમાં અત્યાર સુધી કુલ 157 કેસ સામે આવ્યા છે, જેમાં છ લોકોના મૃત્યુ થયા છે.

અમરેલીમાં કોરોનાનો વિસ્ફોટ, એક દિવસમાં 10 કેસ નોંધાયા

બોટાદમાં કોરોનાએ ચિંતા વધારી
આશરે એક મહિના પહેલા બોટાદ જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ ફરી નવા કેસો સામે આવ્યા હતા. આજે બોટાદમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. આ કેસ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. બોટાદમા અત્યાર સુધી 89 કેસ નોંધાયા છે. જિલ્લામાં આ મહામારીને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી 64 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 22 છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news