corona virus 5 એપ્રિલના અપડેટ: 122 કેસ સાથે ગુજરાતની હરણફાળ છલાંગ

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ રવિવારને કોરોના અપડેટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલ સાંજથી અમદાવાદમાં 1 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ભાવનગરમાં 1, કેસ, સુરતના 2 કેસ સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 11 કેસ નવા આવ્યા છે. આ કેસો ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી આવ્યા હોવાની શકયતા છે. હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા 94 દર્દીઓી હાલત સ્ટેબલ છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 1 દર્દીનું મોત નોંધાયું છે.

corona virus 5 એપ્રિલના અપડેટ: 122 કેસ સાથે ગુજરાતની હરણફાળ છલાંગ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ રવિવારને કોરોના (corona virus) અપડેટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલ સાંજથી અમદાવાદમાં 1 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ભાવનગરમાં 1, કેસ, સુરતના 2 કેસ સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 11 કેસ નવા આવ્યા છે. આ કેસો ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી આવ્યા હોવાની શકયતા છે. હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા 94 દર્દીઓી હાલત સ્ટેબલ છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 1 દર્દીનું મોત નોંધાયું છે.

  • અમદાવાદ 53
  • સુરત 15
  • રાજકોટ 10
  • વડોદરા 10
  • ગાંધીનગર 13
  • ભાવનગર 11
  • કચ્છ-મહેસાણા 1-1
  • ગીર સોમના 2
  • પોરબંદર 3
  • પંચમહાલ- પાટણ-છોટાઉદેપુર 1-1-1

મૃત્યુ પામનાર સુરતની મહિલાએ ડોક્ટરની સલાહ છતા એડમિટ થવાની ના પાડી હતી 
અમદાવાદના વધેલા કેસોમાં નિઝામુદ્દીન કનેક્શન હોવાની મોટી શક્યતા છે. હોમ ક્વોરેન્ટાઈનમાં જ્યાં ઉલ્લંઘન થાય છે ત્યાં પોલીસ કડક હાથે પગલા લઈ રહી છે. જે પણ આવા વિસ્તારોમાં કે કોઈના કોન્ટેક્ટ અને આજુબાજુ કોઈને હાઈ તાવ, કે ખાંસી હોય તો તાત્કાલિક જાણ કરવી. સમય જેટલો વધુ લેશો, તેટલી બચાવવાની શક્યતા ઘટી જશે. સુરતના કેસમાં આવુ જ થયું. આજે મૃત્યુ પામનાર સુરતની મહિલાએ ડોક્ટરની સલાહ છતા એડમિટ થવાની ના પાડી હતી. જેથી સારવાર ન મળતા તેમનુ મોત નિપજ્યું હતું. ચેકિંગ માટે કર્ચમારીઓ આવે તો ખોટી માહિતી ન આપો. બીજા લોકોને સંક્રમણ ન થાય તે તમારી ફરજ છે. 

તેમણે જણાવ્યું કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જેટલા પણ પરંપરાગત સાદગીભર્યા નુસ્ખા અપનાવો. કોગળા કરવા, ગરમ પાણી સતત પીવું. જો વાયરસ એટેક કરે તો રોગપ્રતિકારક શક્તિથી તેની સામે જીતી શકાય છે. તેમજ લોકડાઉનના નિયમોનું પાલન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

T

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news