કોરોના: ગુજરાતના વુહાન એવા અમદાવાદનાં 251 દર્દી સાથે ગુજરાતમાં નવા 361 કેસ નોંધાયા

  ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થતી જઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન બંધ થઇ ચુક્યું છે. હવે માત્ર વિભાગ દ્વારા પ્રેસનોટ જ આપવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યનાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા 14829 થઇ ગઇ છે. જો કે સામે પક્ષે ગુજરાતનો રિકવરી રેટ પણ વધ્યો છે અને તે 48.31 ટકાએ પહોંચી ગયો છે. 
કોરોના: ગુજરાતના વુહાન એવા અમદાવાદનાં 251 દર્દી સાથે ગુજરાતમાં નવા 361 કેસ નોંધાયા

અમદાવાદ :  ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થતી જઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન બંધ થઇ ચુક્યું છે. હવે માત્ર વિભાગ દ્વારા પ્રેસનોટ જ આપવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યનાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા 14829 થઇ ગઇ છે. જો કે સામે પક્ષે ગુજરાતનો રિકવરી રેટ પણ વધ્યો છે અને તે 48.31 ટકાએ પહોંચી ગયો છે. 

અમદાવાદમાં સૌથી એટલે કે કુલ 361 કેસ પૈકીનાં 251 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. સુરતમાં 24 કલાકમાં 36 કેસ નોંધાયા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 503 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 7131 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

જો કે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 27 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ પ્રકારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામનારનો આંકડો 915 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે મૃત્યુ દરમાં ગુજરાત દેશનાં ટોપ 5 રાજ્યો પૈકીનું એક છે. ત્યારે બીજી તરફ સરકાર સતત બેજવાબદાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news