શિક્ષિત દંપતી ઠગબાજોની ચૂંગાલમાં ફસાઈ ગયું, ડિજિટલ અરેસ્ટ કરી 11 કરોડ પડાવ્યા
Gandhinagar Crime News: ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટની ઘટના સતત વધી રહી છે. સાયબર ક્રાઇમ અને પોલીસ દ્વારા સતત જાગૃતિ ફેલાવવા છતાં લોકો તેનો ભોગ બની રહ્યાં છે. ગાંધીનગરમાં એક દંપતીએ 11 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બની. આમ તો અભણ લોકો આવા સ્કેમમાં આવી જતાં હોય છે. પરંતુ આ વખતે એક શિક્ષિત દંપતી આ ઠગબાજોની ચૂંગાલમાં ફસાઈ ગયું. એટલું જ નહીં આ ટોળકીએ દંપતીને 80 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા અને પડાવી લીધા 11 કરોડથી પણ વધુ રૂપિયા... ત્યારે કેવી રીતે ઠગબાજોએ દંપતીને પોતાની ચૂંગાલમાં ફસાવ્યુ, જોઈએ સાવધાન ગુજરાતમાં...
આ છે આજના જમાનાનું ડિજિટલ અરેસ્ટ... જેમાં તમારા મોબાઈલ પર ફોન આવે, જેમાં પોલીસ ઓફિસર કે કોઈ મોટા હોદ્દાના અધિકારી તમારા પર કેસ કરવાની ધમકી આપે. અને જો તમારે કેસ-કબાડામાં ન ફસાવવું હોય તો પૈસા આપીને છૂટી જવાની ઓફર... ત્યારે જો તમે આવી ટોળકીની ચુંગાલમાં ફસાઈ ગયા અને પૈલા આપવા માટે તૈયાર થઈ ગયા, પછી જ શરૂ થાય છે સાચો ખેલ,,,
આવા જ એક ડિજિટલ અરેસ્ટની જાળમાં અમદાવાદના નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિ ફસાયા. આ ઠગબાજ ટોળકીએ કટકે-કટકે કરીને 11 કરોડ 42 લાખથી પણ વધુ રૂપિયા પડાવી લીધા...
અમદાવાદનું શિક્ષિત દંપતી ડિજિટલ અરેસ્ટની ચૂંગાલમાં કેવી રીતે ફસાયું તેની વાત કરીએ તો....
10 જુને દંપતીની ટ્રાઈના અધિકારીના નામે ફોન આવ્યો
દંપતીને વોટ્સએપ કોલ પર આવવા કહેવાયું
વોટ્સએપ કોલમાં પોલીસ અધિકારીએ ડિજિટલ અરેસ્ટ કર્યા
મની લોન્ડરિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિના કેસની ધમકી આપી
પૈસા આપીને તમામ કેસમાંથી બચી જવાની ઓફર કરી
મહિલા પ્રોફેસરે દાગીના અને ફંડ વેચી રૂપિયા ભેગા કર્યા
10 જેટલા ખાતામાં 11.42 કરોડ ટ્રાન્સફર કરાવ્યા
શિક્ષિત દંપતીને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરાયું
અમદાવાદના એક ભણેલા-ગણેલા દંપતીને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 11.42 કરોડ રૂપિયા પડાવ્યા હોવાથી ફરિયાદ નોંધાતા સીઆઇડી ક્રાઈમ એક્ટિવ થઈ અને આ ઠગબાજ ટોળકીના 3 સાગરિત કશ્યપ ભેલાણી, દિનેશ લિંબાચિયા અને ધવલ મેવાડાને અમદાવાદથી દબોચી લીધા..
લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવતી ટોળકીના હજુ તો પ્યાદા પકડાયા છે. ત્યારે મુખ્ય સાગરિતોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ લોકોને જો આવા કોઈ અધિકારી કે પોલીસના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














