મંત્રીમંડળમાં રિવાબાની એન્ટ્રી શું સૂચવે છે? સૌરાષ્ટ્રમાં સીધો મેસેજ આપવાનો હાઈકમાન્ડનો માસ્ટરપ્લાન

Rivaba Jadeja New Minister ; સેલિબ્રિટી મહિલા ધારાસભ્ય તરીકે રિવાબાને મંત્રી બનાવીને હાઈકમાન્ડે કોને સંદેશ આપ્યો? 
 

મંત્રીમંડળમાં રિવાબાની એન્ટ્રી શું સૂચવે છે? સૌરાષ્ટ્રમાં સીધો મેસેજ આપવાનો હાઈકમાન્ડનો માસ્ટરપ્લાન

Gujarat Ministers Oath Ceremony Live Updates : ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાની પસંદગી અપેક્ષિત મનાતી હતી અને એ મુજબ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પણ છે. રિવાબાની યોગ્યતા તરીકે સેલિબ્રિટી, શિક્ષિત તેમજ મહત્વાકાંક્ષી મહિલા હોવા ઉપરાંત ક્ષત્રિય સમાજના હોવાનું તો મહત્વપૂર્ણ છે જ, એ સિવાય પણ એક કારણ છે જે તેમને મંત્રીપદ અપાવવામાં કારણભૂત બન્યું છે. 

કોણ છે મહેશ કસવાલા?  

Add Zee News as a Preferred Source
  • બેઠક- સાવરકુંડલા
  • સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજનો ચહેરો
  • ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું
  • ટીવી ડિબેટોમાં આક્રમક અંદાજને કારણે જાણીતા 
  • 2022માં પહેલી વખત સાવરકુંડલાથી જીત મેળવી 
  • પ્રદેશ ભાજપના સંગઠનમાં અનેક જવાબદારી સંભાળી

ક્ષત્રિય મતદારોને રિઝવવાનો પ્રયાસ 
છેલ્લાં ઘણાં સમયથી સૌરાષ્ટ્રના ગરાસિયા ક્ષત્રિયોમાં ભાજપ દ્વારા અનદેખી થતી હોવાનો કચવાટ વ્યક્ત થતો રહ્યો છે. પરશો,તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદન સામેનું આંદોલન હોય કો ભાવનગર ઉત્તરમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માંગણી હોય, ક્ષત્રિય સમુદાયની ભાજપ તરફની અપેક્ષા અધૂરી રહેતી હોય છે. આથી રિવાબાને મંત્રીમંડળમાં સમાવીને ભાજપે યુવા ક્ષત્રિય મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. રિવાબા પોતે ક્ષત્રિય મહિલાઓમાં સુધારાવાદી વલણ અને શિક્ષણ માટે સક્રિય રહે છે. આથી મહિલા મતદાર સમુહ પર પણ તેમની નિમણૂંક પ્રભાવશાળી બની શકે છે. 

પુનમ માડમને સીધો સંદેશ 
જામનગર જિલ્લામાં ત્રણ ટર્મથી ચૂંટાતાં સાંસદ પુનમ માડમનો દબદબો છે. તેમની સામે હાલ સોશિયલ મીડિયા પર મોરચો પણ ખૂલેલો છે. એ સંજોગોમાં જિલ્લામાંથી રિવાબાનો મંત્રીમંડળમાં સમાવેશ થાય અને આહિર સમુદાયના મુળુ બેરા પડતા મૂકાય તેનો સીધો અર્થ એ થાય છે કે પુનમ માડમને ભાજપનું મોવડી મંડળ માપમાં રહેવાનો આડકતરો સંદેશ આપી રહ્યું છે. રિવાબાને ખુદને પણ અગાઉ પુનમ માડમના વર્ચસ્વ સામે ટકરાવ થઈ ચૂક્યો છે. આથી તેમને મંત્રીપદ આપીને આડકતરી રીતે હાઈ કમાન્ડે શિરપાવ પણ આપ્યો ગણાશે. હવે મંત્રી તરીકે તેમણે સાંસદ સાથે સંકલન કરવાનું થશે ત્યારે ચોક્કસ જોયા જેવી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news