ગુજરાતી ન્યૂઝGujaratઓનલાઈન જુગારનું પ્રમોશન કરનારા ઈન્ફ્લુએન્ઝરની ખેર નહિ, રાજકોટમાં 6 ની સામે ગુનો નોંધાયો

ઓનલાઈન જુગારનું પ્રમોશન કરનારા ઈન્ફ્લુએન્ઝરની ખેર નહિ, રાજકોટમાં 6 ની સામે ગુનો નોંધાયો

Crime On Influencer : યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ રાજકોટ સાઇબર ક્રાઇમની કાર્યવાહી... 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધાયો
 

ઓનલાઈન જુગારનું પ્રમોશન કરનારા ઈન્ફ્લુએન્ઝરની ખેર નહિ, રાજકોટમાં 6 ની સામે ગુનો નોંધાયો

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ કરાઈ છે. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સાઇબર ક્રાઇમ પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ ઇન્ફ્લુએન્સરને પકડી પાડ્યા.

યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવનારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો વિરુદ્ધ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર બે જ દિવસમાં આઠ જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ 12(A) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

Add Zee News as a Preferred Source

કોની કોની સામે ગુનો 
નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા

બે દિવસ પૂર્વે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ ખાતે દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી. અત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ ખાતે વધુ છ જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવા કે, નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઈલેશ દેરવાડીયા, વિજય મજેઠીયા સહિતના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

ત્યારે આગામી સમયમાં ઓનલાઈન ગેમ્બલિંગ રમાડનારા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતે કમિશન કે અન્ય આર્થિક ઉપાર્જન કરવા માટે પ્રતિબંધિત ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશનનું પ્રમોશન નહીં કરી શકે. જો આગામી દિવસોમાં પણ તેમના દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ઓનલાઇન ગેમ્બલિંગને પ્રમોટ કરવા માટે તેમના દ્વારા જે રીલ્સ બનાવવામાં આવતી હોય છે. તે પેટે તમને પ્રતિ રીલ્સ 7000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવતી હોય છે. તેમજ તેમના ઇન્સ્ટાગ્રામના આઈડી મારફતે જેટલા પણ લોકો જે તે ગેમ્બલિંગ વેબસાઈટ ઉપર આઈડી ક્રિએટ કરતા હોય છે તેમજ ત્યારબાદ હાર જીતનો જુગાર રમતા હોય છે તેમ તેમને મસમોટું કમિશન પણ મળતું હોય છે. ત્યારે સાઇબર ક્રાઇમની તપાસમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને છેલ્લા છ મહિનામાં સાત લાખથી પણ વધુનું કમિશન મળી ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. 

આ વિશે સાયબર ક્રાઈમના એસીપી ચિંતન પટેલે કહ્યું કે, ઇન્ફ્લુએન્સરને ફોલોઅર મુજબ કમિશન આપવામાં આવે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાય છે.
યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી કરી છે. ઓનલાઇન અથવા લિંકના માધ્યમથી રમાડવામાં આવતી તમામ રમત કે ગેમ્સ ગેરકાયદેસર છે. આવનારા દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news