ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ રેલી નીકળી

ભગતસિંહ (Bhagat Singh) ને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ ભગતસિંહને ભારતરત્ન (bharat ratna) આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ રેલી નીકળી

હિમાંશુ ભટ્ટ/મોરબી :ભગતસિંહ (Bhagat Singh) ને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ ભગતસિંહને ભારતરત્ન (bharat ratna) આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

OMG!!! ધાર્મિક સ્થળ પર કપલે Porn વીડિયો બનાવીને અપલોડ કર્યો, પણ પછી તો...

દેશ માટે શહીદ થનારા શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવામાં આવે તેવી માંગ સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી છે, જે યાત્રા સાયકલ વીરો સાથે આજે મોરબી શહેરમાં આવી પહોંચી હતી. ત્યારે સાયકલ વીરોનું સન્માન મોરબીની ક્રાંતિકારી સેના, વાત્સલ્ય, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, યંગ ઇન્ડિયા ગ્રુપ અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવયુગ, ઓમ શાંતિ સહિતની શાળા કોલેજો દ્વારા પણ સાયકલ યાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. 

યુવતીઓના કપડા ઉંચા કરી માસિક ધર્મ તપાસવાની ચકચાર ઘટનામાં 4 સામે ફરિયાદ નોંધાઈ 

આ સાયકલયાત્રા ભક્તિનગર સર્કલથી શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક, દરબાર ગઢ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, પાડા પુલ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુગેટ, ગાંધી ચોક, નરસંગ ટેકરી, સ્વચ્છતા રોડ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news