Gujarat Cyclone : ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, ક્યારે અને કેવી રીતે આવશે સંકટ તેની અંબાલાલે કરી ખતરનાક આગાહી
Cyclone Attack On Gujarat : ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાથી મોટું સંકટ આવે તેવી શક્યતા છે... હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી... તેમણે કહ્યું, એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે
Trending Photos
Ambalal Patel Cyclone Prediction : ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું. આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. કારણ કે, ગુજરાતના સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. અને 21 મેએ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે.
- કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર
- વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદ
- વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હાલ 22 મેના આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે. 24મી થી 28 આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે છેક કેરળથી ગુજરાત સુધી અસર કરશે. એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે. જેના કારણે પણ વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે. વાવાઝોડાનું માર્ગ આરબ દેશો તરફ જવાની શક્યતાઓ ઓછી છે.
આ સિસ્ટમ શું અસર કરશે
ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ મહારાષ્ટ્ર ના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે.
એક નહિ બે વાવાઝોડા આવી રહ્યાં છે
તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે, બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે. આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ચોમાસું ક્યારે
ચોમાસા વિશે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકત ન આવે તો 28 મેના રોજ કેરળ કાંઠે આવવાની શક્યતાઓ છે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે. તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 10 મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાત અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મેની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે. જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમના જણાવ્યા અનુસાર, ભારે પવનની ગતિના કારણે કેરીના પાક ઉપર અસર થવાની શક્યતાઓ છે. બાગાયતી પાકો, અને જળ ભરાવને કારણે ઉનાળાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે