Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 3:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 75 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર જયારે ડીસાથી દક્ષિણ પશ્ચિમે 190 કિલોમીટરના અંતરે સ્થિત છે. 

Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ

ગાંધીનગર: ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 3:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 75 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર જયારે ડીસાથી દક્ષિણ પશ્ચિમે 190 કિલોમીટરના અંતરે સ્થિત છે. 

''તાઉ તે'' વાવાઝોડું (Cyclone) ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 22 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 70 થી 80  કિ.મી./કલાક રહેશે,  આ ઝડપ 90 કિ.મી./કલાક સુધી વધી શકે છે.

ત્યારે વાવાઝોડા (Cyclone) ની સ્થિતિને જોતાં એસટી સેવા બંધ કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં 4 કલાક માટે એસટી સેવા બંધ કરવામાં આવી છે. અમરેલીના રાજુલામાં એસટી બસને અકસ્માત સર્જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ
જો કે, જેમ જેમ તૌકતે વાવાઝોડું (Cyclone)  આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં વરસાદી માહોલ બનતા ઠંકડ પ્રસરી ગઈ છે. 

જો કે, તૌકતે વાવાઝોડાની તકેદારીના ભાગ રૂપે બનાસકાંઠા ST વિભાગ દ્વારા તમામ રૂટો બંધ કરાયા છે. ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ કરાઈ છે. 173 રૂના 650 શિડ્યુલ રદ કરાયા છે. વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ના થયા તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બસો બંધ રાખવામાં આવશે.

તૌકતે વાવાઝોડા (Cyclone) ને કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. ખેડા, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોર 2 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તૌકતે વાવાઝોડા (Cyclone) ના પગલે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. 2,437 જેટલા ગામોમાં વીજપુરવઠાને અસર પહોંચી છે તેમજ 1081 થાંભલાઓ પણ પડી ગયા છે. વીજ વિભાગની 661 ટીમો સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. આ ટીમોએ વીજ સપ્લાય લાઈનો પર પડેલી વૃક્ષોની અડચણો દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news