વાયુ વાવાઝોડાના અપડેટ : રાજ્યમાં NDRF 24 ટીમ તૈનાત, અનેક બંદરે 3 નંબરનું સિગ્નલ

ગુજરાતના માથા પર વાયુ વાવાઝોડુ ફરી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ચકરાવો લેતા વાવાઝોડું સંકટ ત્રણ દિવસ પહેલા ટળી ગયું હતું, પરંતુ હવે તે ફરીથી ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. મધરાત સુધી આ સાઈક્લોન કચ્છ કિનારાને ધમરોળશે. ત્યારે આજે બપોર બાદથી તેની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ, વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં કુલ 24 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. 
વાયુ વાવાઝોડાના અપડેટ : રાજ્યમાં NDRF 24 ટીમ તૈનાત, અનેક બંદરે 3 નંબરનું સિગ્નલ

અમદાવાદ :ગુજરાતના માથા પર વાયુ વાવાઝોડુ ફરી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ચકરાવો લેતા વાવાઝોડું સંકટ ત્રણ દિવસ પહેલા ટળી ગયું હતું, પરંતુ હવે તે ફરીથી ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. મધરાત સુધી આ સાઈક્લોન કચ્છ કિનારાને ધમરોળશે. ત્યારે આજે બપોર બાદથી તેની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ, વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં કુલ 24 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. 

એનડીઆરએફની ટીમ ક્યાં ક્યાં
રાજ્યમાં કુલ 24 એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જેમાં કચ્છ મૂળ કેન્દ્ર હોવાથી અહીં 5 ટીમ તૈનાત કરાઈ છે. તો પોરબંદર, જામનગર, દ્વારકા, મોરબીમાં 2-2 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા એનડીઆરએફની એક-એક ટીમ તૈનાત કરાઈ છે. ગાંધીનગર ખાતે 2 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ચિંતાનો વિષય નથી, 45-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે 
કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાયું. આ વાવાઝોડાને કચ્છ તરફ આવતા હજુ પાંચથી છ કલાકનો સમય લાગશે અને કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે. આ વિશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, એટલે ચિંતાનો વિષય કચ્છ કે તેની આસપાસના લોકો માટે નહિ રહે. વહીવટી તંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનો મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે દાવો કર્યો છે. 

નલિયાથી 260 કિમી દૂર છે
હાલ વાયુ વાવાઝોડું નબળું પડ્યું છે, તેમજ ડીપ ડિપ્રેશન મોડમાં આવી ગયું છે. તે ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. હાલ તે નલિયાથી 260 કિમી દૂર છે. વાયુ વાવાઝોડુ કચ્છમાં 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. જેને પગલે આગામી બે દિવસમાં કચ્છ, મોરબી, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠામા ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો તેની અસર સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદમાં પણ થશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. વાયુને પગલે આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 

કચ્છના સલાયા બંદર પર પાણીની આવક વધી
કચ્છના સલાયા બંદર પર ભરતી આવતા દરિયા પાણી આવક વધી છે. અહીં NDRFની ટીમને સલાયા ખાતે તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી. દરિયામાં ભરતી વધે તો તરત સલાયાના લોકોને ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવી. સલાયા વિસ્તારમાં 500 જેટલા મકાન આવ્યા છે. પોલીસ , વહીવટી તંત્ર અને NDRF ની એક ટીમ સલાયા વિસ્તારમાં તૈનાત છે. 

મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ
વાયુ વાવાઝોડું જેમ જેમ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ પરિસ્થિતિ બદલાઈ રહી છે. કચ્છ સહિત અનેક બંદરો પરથી 2 નંબરનું સિગ્નલ હટાવી લેવાયું છે અને ૩ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. મેરીટાઈમ બોર્ડ દ્વારા અમરેલીના જાફરાબાદ બંદર પરથી પણ 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો કંડલા પોર્ટ અને પોરબંદરમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતા દર્શાવતુ 3 નંબરનું સિગ્નલ બતાવાયું છે. દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને વરસાદ પણ પડી શકે છે.

સાઈક્લોનની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળવાની છે. ત્યારે બપોરે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે શામળાજી-મોડાસા હાઇવે પર ધૂળનું સામ્રાજ્ય છવાયુ હતું. જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news