અરબ સાગરમાં ત્રાટકવાના વાવાઝોડાની ગુજરાત પર થશે મોટી અસર, અંબાલાલે આપી તારીખ સાથે વિગત

Ambalal Ni Agahi : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... 21 તારીખથી હવામાનમાં આવશે પલટો... રાજ્યમાં અનેક જગ્યાએ આવશે વાવાઝોડું...
 

અરબ સાગરમાં ત્રાટકવાના વાવાઝોડાની ગુજરાત પર થશે મોટી અસર, અંબાલાલે આપી તારીખ સાથે વિગત

Ambalal Patel Cyclone Prediction : અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 28થી 31 મે દરમિયાન મુંબઈ-ગોવાથી વચ્ચે ચક્રવાત સર્જાશે. આ ચક્રવાતની અસર ગુજરાત પર જોવા મળશે. આ કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પડશે ભારેથી અતિભારે વરસાદ પડશે. 
 
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. 

તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 

Add Zee News as a Preferred Source

અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેય 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે. 

ચોમાસું વહેલું આવી જશે 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 6 દિવસ માવઠાનો માર પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાનું પૂર્વાનુમાન છે. આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વરસાદની આ આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. અન્ય 13 જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news