ખાખી પર લાગ્યો દાગ! દાહોદમાં દારૂબંધીનો અમલ કરાવનાર પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

Dohod News: ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ કાયદાના રક્ષકો જ કાયદાના ધજાગરા ઉડાવતા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. દાહોદમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયા હોવાનું બહાર સામે આવ્યું છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 

ખાખી પર લાગ્યો દાગ! દાહોદમાં દારૂબંધીનો અમલ કરાવનાર પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

Dohod News: ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ કાયદાના રક્ષકો જ કાયદાના ધજાગરા ઉડાવતા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના ચાકલીયા ખાતે દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા જ ત્રણ પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયા હોવાનું બહાર આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

દાહોદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં દારૂબંધીનો અમલ કરનારા જ દારૂમાં સંડોવાયા હોવાનું સામે આવ્યું છે. દાહોદના ચાકલીયામાં દારૂની હેરાફેરીમાં 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહોબિશનનો ગુનો નોંધાયો.  

Add Zee News as a Preferred Source

સમગ્ર મામલાની વાત કરીએ, તો ચાકલીયા, ઝાલોદ અને એલ.સી.બી. (LCB) પોલીસ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે, પોલીસ કર્મચારીઓ દ્વારા જ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા દારૂ ભરેલી ગાડી અને પાયલોટિંગ કરી રહેલી કાર મળી આવી હતી.

ફિલ્મી ઢબે હેરાફેરી
આ ઘટનામાં પોલીસની સંડોવણીની વિગતો જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર, હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા એક અલ્ટો ગાડીમાં પાયલોટિંગ કરી રહ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. જ્યારે આ ત્રણેય પોલીસકર્મીઓને એવો અહેસાસ થયો કે પોલીસ તેમની નજીક પહોંચી ગઈ છે, ત્યારે તેઓ દારૂ ભરેલી ગાડી ઘટનાસ્થળે જ છોડીને પાયલોટિંગ માટે વપરાતી અલ્ટો કારમાં ફરાર થઈ ગયા હતા.

ચાકલીયા પોલીસે બિનવારસી હાલતમાં મૂકેલી ગાડીની તપાસ કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ચાકલીયા પોલીસે કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 5,66,646 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ ત્રણેય આરોપી પોલીસ કર્મચારીઓ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હતા, જેના કારણે વિભાગની છબી ખરડાઈ છે.

પોલીસ કાર્યવાહી
પોતાના જ સાથી કર્મચારીઓની કાળી કરતૂત સામે આવ્યા બાદ ચાકલીયા પોલીસે ત્રણેય ફરાર પોલીસકર્મીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ખાખીના ઓથા હેઠળ દારૂનો કાળો કારોબાર હવે પોલીસ સ્ટેશનની અંદર સુધી પહોંચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news