Dahod News: બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા, પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર દાહોદ બાળકીની હત્યા અને બળાત્કારના કેસમાં આરોપી આચાર્ય ગોવિંદ નટને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. તમે પણ જાણો શું છે આ સમગ્ર મામલો...
Trending Photos
દાહોદઃ ફૂલ જેવી બાળકીને પીંખી નાંખનાર બળાત્કારી આચાર્યને કોર્ટે આકરી સજા ફટકારી છે. વાત છે દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બળાત્કારી આચાર્ય ગોવિંદ નટની. હવસખોર આચાર્ય ગોવિંદ નટે શાળામાં જ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી નાંખી હતી. ત્યારે કોર્ટે હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપી ગોવિંદ નટને 10 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપી આચાર્યને કોર્ટે ફટકારી સજા
સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલા દાહોદમાં વિદ્યાર્થિની સાથે બળાત્કારનો પ્રયાસ અને હત્યાના કેસમાં સામેલ આચાર્ય ગોવિંદ નટને કોર્ટે સજા ફટકારી છે. આરોપીના વકીલે જણાવ્યું કે કોર્ટે POCSO અને હત્યાના કેસને નકાર્યો છે. વકીલે કહ્યુ કે કોર્ટે ગંભીર બેદરકારી માટે બીએનએસની કલમ 105(2) હેઠળ સજા ફટકારી છે.
દાહોદના આ ચકચારી કેસમાં પોલીસની તપાસ અને ચાર્જશીટ સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસની તપાસ અને ચાર્જશીટમાં POCSO અને હત્યાની કલમનો ઉલ્લેખ હોવાં છતાં કોર્ટમાં સાબિત ન કરવી શકવાને કારણે આરોપીને ઓછી સજા મળી છે. કોર્ટે આરોપીને ગંભીર બેદરકારીને કારણે છ વર્ષની બાળકીનું મોત થયું હોવાના મુદ્દે સજા ફટકારી છે.
દાહોદની સીંગવડમાં પ્રાથમિક શાળામાં દુષ્કર્મ-હત્યા કેસમાં આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની કેદ, 2 લાખ રૂપિયાનો દંડ#Gujarat #Dahod #News #BreakingNews pic.twitter.com/MhFbbKdbDJ
— Zee 24 Kalak (@Zee24Kalak) May 21, 2025
શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના પીપળીયા ગામ નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થિનીએ ધોરણ 1માં પ્રવેશ લીધો હતો. આ બાળકી 19 સપ્ટેમ્બરના દિવસે શાળાએ જવા નીકળી પરંતુ ઘરે પરત આવી નહીં. ત્યારબાદ પરિવારજનોએ બાળકીની શોધખોળ કરી હતી. પરિવારજનો શાળાએ પહોંચ્યા અને દીવાલ કૂદીને અંદર ગયા હતા. આ દરમિયાન શાળામાંથી બાળકીની લાશ મળી હતી.
આ ઘટનામાં પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે શાળાના આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા કરી હતી. આચાર્યએ બાળકીને ગાડીમાં બેસાડી હતી અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ આ દરમિયાન બૂમાબૂમ કરી તો આચાર્યએ તેનું ગળું દબાવ્યું હતું, જેથી બાળકીનું મોત થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે