હોળી પહેલા મોટા સમાચાર, ડાકોર મંદિરમાં ભક્તો માટે વધારી દેવાયો દર્શનનો સમય
Dakor Temple : ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ રણછોડરાયજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. ફાગણી પૂનમના મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થશે તેથી મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો
Trending Photos
Holi 2025 : હોળીના તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ભક્તોની સંખ્યામાં વધારો થશે તેવી બાબતને ધ્યાનમાં રાખીને મેળાના 2 દિવસ મંદિરનો દર્શનનો ટાઈમ વધારવામાં આવ્યો છે.
ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
ડાકોરમાં ફાગણી પુનમના મેળાને લઈ રણછોડરાયજીના દર્શનના સમય
ફાગણ સુદ 14 (હોળી પૂજન)
તારીખ 13 માર્ચ 2025 ગુરૂવારના રોજ દર્શનનો સમય:
- 4:45 વાગે નિજ મંદિર ખુલશે
- 5:00 વાગે મંગળા આરતી થશે
- 5:00 થી 7:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 7:30 થી 8:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.
- 8:00 વાગે શણગાર આરતી થશે
- 8:00 થી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
- 1:30 થી 2:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.
- 2:00 વાગે રાજભોગ આરતી થશે.
- 2:00 થી 5:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 5:30 થી 6:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
- 6:00 વાગે ઉત્થાપન આરતી થશે.
- 6:00 થી 8:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 8:00 થી 8:15 વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી શયનભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.
- 8:15 વાગે શયનભોગ આરતી થશે.
- 8:15 થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
ફાગણ સુદ 15 (ધૂળેટી-દોલોત્સવ) તારીખ 14 માર્ચ 2025 શુક્રવારના રોજ દર્શનનો સમય:
- 3:45 વાગે નિજ મંદિર ખુલશે
- 4:00 વાગે મંગળા આરતી થશે
- 4:00 થી 8:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 8:30 થી 9:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.
- 9:00 વાગે શણગાર આરતી થશે
- 9:00 થી 1:00 વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે, ફૂલડોળના દર્શન થશે.
- 1:00 થી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 2:00 થી 3:30 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.
- 3:30 વાગે રાજભોગ આરતી થશે.
- 3:30 થી 4:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
- 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે.(શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
- 5:00 વાગે નિજ મંદિર ખુલી
- 5:15 વાગે ઉત્થાપન આરતી થશે.
- 5:15 થી નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષે હોળીના અવસરે રણછોડ જી મંદિરમાં આયોજિત આ વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો વાહનો અને પગપાળા ડાકોર પહોંચે છે. તેથી, વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓ અને ડ્રાઇવરોને ટ્રાફિક સલાહનું પાલન કરવા અને માત્ર નિયત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી વહીવટીતંત્ર ભીડને નિયંત્રિત કરવામાં સરળતા રહે અને શ્રદ્ધાળુઓને પણ કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
દર વર્ષની જેમ ડાકોર ખાતે આવેલા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ (હોળી) નિમિત્તે આ વર્ષે પણ પદયાત્રીઓ/ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવનાર છે. ત્યારે તેઓના રાત્રી રોકાણ સમયે મનોરંજન તેમજ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના ગુણગાન કરવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ - ૨૦૨૫” નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૫ દરમ્યાન થનાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે