પક્ષ નહિ, પણ પીડિત પતિઓને ન્યાય અપાવવાના વાયદા સાથે ચૂંટણી લડશે આ ઉમેદવાર

 વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી જો આ ઉમેદવાર જીતશે તો પત્ની પીડિત પતિઓનો ઉદ્ધાર કરશે અને ઘરેલુ હિંસાની કલાકો નાબુદ કરશે તેવું તેમણે જણાવ્યું છે. તો આવો જાણીએ કે આવા ઉમેદવાર કોણ છે, જે આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉભા રહેવાના છે. 

પક્ષ નહિ, પણ પીડિત પતિઓને ન્યાય અપાવવાના વાયદા સાથે ચૂંટણી લડશે આ ઉમેદવાર

ઉદય રંજન/અમદાવાદ: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી જો આ ઉમેદવાર જીતશે તો પત્ની પીડિત પતિઓનો ઉદ્ધાર કરશે અને ઘરેલુ હિંસાની કલમો નાબુદ કરશે તેવું તેમણે જણાવ્યું છે. તો આવો જાણીએ કે આવા ઉમેદવાર કોણ છે, જે આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉભા રહેવાના છે. 

આ વ્યક્તિનું નામ છે દશરથ દેવડા. જેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. પહેલા એ જાણીએ દશરથ દેવડા છે કોણ. દશરથ દેવડા 25 વર્ષથી અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ ચલાવે છે. આ સંસ્થા સાથે એક લાખથી પણ વધુ સદસ્યો જોડાયેલા છે. આ વખતે દશરથ દેવડાએ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? જાણો રોચક વિગત

ચૂંટણી લડવાના નિર્ધાર સાથે દશરથ દેવડાએ પત્ની પીડિત પતિઓને વાયદો આપ્યો છે કે, જો આ લોકસભાની ચૂંટણીમાં જીતશે તો સંસદમાં જઈને પત્ની પીડિત પતિઓનું કલ્યાણ કરશે. જેમ મહિલા આયોગ છે એમ પુરુષ આયોગ બનવાશે અને ઘરેલુ હિંસાની જેટલી કલમો છે તેને નાબૂદ અથવા તો હળવી કરવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકશે. ત્યારે દશરથ દેવડાના પ્રચારમાં એક લાખથી પણ વધુ પત્ની પીડિત પતિઓ કામ લાગી ગયા છે, અને તેમને જીતાડવામાં મદદ કરી રહ્યા છે. .

Photos : ભાજપ પ્રચારમાં એવી વસ્તુઓ વહેંચશે, કે ખુશીથી ઉછળી પડશે મહિલાઓ

દશરથ દેવડા અને તેમના સભ્યોએ હાલ ઘરે ઘરે જઈને દશરથ દેવડાને જીતાડવા માટે અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પર પ્રચાર શરૂ કરી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news