Surat News: મિસ્ટ્રી મેન 'ડેવિડ'નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયો, 24 રાજ્યના લોકો પાસેથી 27 કરોડ પડાવ્યા

 Surat Crime News: આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કેસ વધી ગયા છે. રૂપિયા પડાવવા માટે લોકો સાથે અલગ-અલગ રીતે કાવાદાવા કરવામાં આવે છે. આવી એક આંતરરાષ્ટ્રીય ગેંગમાં સામેલ વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે.

Surat News: મિસ્ટ્રી મેન 'ડેવિડ'નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયો, 24 રાજ્યના લોકો પાસેથી 27 કરોડ પડાવ્યા

સુરતઃ મિસ્ટ્રી મેન 'ડેવિડ' લોકો માટે માત્ર એક ટેલિગ્રામ એકાઉન્ટ છે. પરંતુ ભારતના 24 રાજ્યના અનેક લોકોના ડરનું બીજુ નામ બની ગયો છે મિસ્ટ્રી મેન 'ડેવિડ'. ડેવિટ જીવિત માણસ છે કે પછી ડાર્ક વેબની દુનિયાનું કમાન્ડ. એ ભારત તો શું દુનિયાભરની પોલીસ પણ જાણી શકી નથી. ટેલિગ્રામ એકાઉન્ટથી ચાલતો છેતરપિંડીનો આ ધંધો ભારત પુરતો જ નથી. કેમ કે 'ડેવિડ' કોઈ સામાન્ય ઠગબાજ નથી. ડેવિડ દુબઈ, કંબોડિયા, નેપાળ અને ભારત સહિત અનેક દેશમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનાહિત રેકેટનું બ્રેઇન છે. 

દુનિયાભરની પોલીસ મિસ્ટ્રી મેન 'ડેવિડ'ને શોધવામાં પડી છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલને સફળતા હાથ લાગી છે અને મિસ્ટ્રી મેન 'ડેવિડ'ના ઓપરેટર એવા પાર્થ ગોપાણીને લખનઉ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાર્થ ગોપાણી ભારતમાં 'ડેવિડ'નો મુખ્ય ઓપરેટર છે. 

પાર્થ ગોપાણીના મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો, મહિલા અને ભોળા લોકો હતા. પાર્થ ક્યારેક CBI અધિકારી, ક્યારેક ED અધિકારી તો ક્યારેક ફોરેન્સિક ઓફિસર બનીને Skype કોલ કરી લોકોને ફસાવતો. પાર્થ લોકોને કહેતો કે તમારું પાર્સલ વિદેશમાં પકડાયું છે અને તેમાં ડ્રગ્સ છે. જે બાદ તે લોકોને ડિજીટલ અરેસ્ટ કરીને મોંઘી મોંઘી ફી અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતો. પાર્થ ગોપાણીએ અત્યાર સુધીમાં 27 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. 

પાર્થ ગોપાણી કેવી રીતે સાયબરની દુનિયાનો આરોપી બન્યો, તેની વાત કરીએ તો...
 પાર્થને 'ડેવિડ'ના એકાઉન્ટ વિશે દુબઈમાંથી ખબર પડી
દુબઈના મિત્રએ 'ડેવિડ' ટેલિગ્રામ એકાઉન્ટ વિશે જાણ કરી
ડેવિડ માટે પાર્થ ભારતનો મુખ્ય ઓપરેટર બની ગયો
પાર્થને ટેલિગ્રામમાં લોકોના નામની ટાર્ગેટ લિસ્ટ મળતી હતી
પાર્થ ગોપાણીએ ડેવિડના ઈશારે કરોડોની સાયબર લૂંટ કરી હોવાનો પણ ખુલાસો થયો છે. 

પાર્થ ગોપાણી પાસેના 98 બેંક અકાઉન્ટમાંથી અંદાજે 27 કરોડથી વધુની ઠગાઈ થઈ છે.  આ બધી રકમ USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાઈને ચીન સ્થિત હેન્ડલર્સ સુધી પહોંચી જતી, અને આ બધી વ્યવસ્થા એક જ ટેલિગ્રામ અકાઉન્ટ ડેવિડના ઇશારા પર ચાલી રહી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાર્થના બેંક અકાઉન્ટથી ભારતના 24 રાજ્યમાં કુલ 173 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમે ડેવિડ નામના એકાઉન્ટને શોધવા ટેલિગ્રામ, ડાર્ક વેબ અને આંતરરાષ્ટ્રીય હેલ્પલાઇન્સ સાથે સંપર્ક શરૂ કર્યો છે. જો પોલીસને આ એકાઉન્ટને શોધવા સફળતા મળે તો ટેલિગ્રામ આધારિત દુનિયાના સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news