જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક એવા એલિસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એકબીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ ગાયકવાડ હવેલી પોલીસે અક્સમાતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : વેરાવળથી ‘વાયુ’નું અંતર ઘટ્યુ, ગુજરાતની વધુ નજીક પહોંચ્યું


આજે સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટૂકડા મળી આવ્યા હતા. જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટુકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટૂકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો.


વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી 



આ વિશે હવેલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ. તડવીએ જણાવ્યું કે, મૃતદેહના અવશેષો શોધવા નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોઇને ક્રાઇમ બ્રાન્ચ પણ ત્યાં પહોંચી હતી. હજી સુધી આ હત્યા કઇ રીતે કરવામાં આવી અને આ મૃતદેહ કોનો છે તેની પોલીસને જાણ થઇ નથી. પરંતુ અત્યંત ગંભીર ગણાતી આ ઘટનામાં પોલીસ હાલ આખા મૃતદેહને ભેગો કરવા માટે પ્રયાસ કરી રહી છે.