અંગત અદાવતમાં જીવલેણ હુમલો...કુહાડી વડે વૃદ્ધના બંને પગ અલગ કર્યા, 5 સાળા સહિત 10 વિરુદ્ધ ફરિયાદ

Amreli News: જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમા સાળા સહિત 10થી વધુ લોકોએ વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન વૃદ્ધ મોત થતા મામલો હત્યામાં પલટાયો. વૃદ્ધ તેમના સગાને ત્યાં હતા, ત્યારે બે કારમાં આવેલા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. 

અંગત અદાવતમાં જીવલેણ હુમલો...કુહાડી વડે વૃદ્ધના બંને પગ અલગ કર્યા, 5 સાળા સહિત 10 વિરુદ્ધ ફરિયાદ

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલ વડીયા તાલુકાના અરજણસુખ ગામમા મોડી રાતે જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

Add Zee News as a Preferred Source

અહી અરજણસુખ ગામમા સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિશેનભાઇ સોલંકી આવ્યા હતા. જ્યાં તેમના 5 જેટલા સાળા સહિત કેટલાક અજાણીયા લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત થતા મામલો હત્યામાં પલટાયો નાનકડા અરજણસુખ ગામમાં ચકચાર મચી ગઇ હતી. 

વડીયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધ્યો જેમાં તેમના સાળા સહિત અજાણીયા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક દિનેશભાઇને પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘર છોડી અરજણસુખ આવ્યા હતા જ્યાં તેમના સાળા સહિત લોકો એકત્ર થયા હતા. 

સમાધાન બાબતે ત્યારબાદ બોલાચાલી થયા બાદ દિનેશભાઇ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં મૃતકના જ 5 સાળા અને અજાણીયા ઈસમો સામે ફરીયાદ નોંધાય છે જેમા સાળાના હાથે બનેવીની હત્યા થતા ચકચાર મચી ગઇ છે હાલમાં આરોપીને પકડવા માટે ડીવાયએસપીના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news