ઘોર કળિયુગ કે બીજુ કાંઇ? સગા ભાઇએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું અને પછી...

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ધટના બની છે. માતાપિતા ન હોવાથી ભાઈ –ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.

Updated By: Jun 17, 2021, 10:02 PM IST
ઘોર કળિયુગ કે બીજુ કાંઇ? સગા ભાઇએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું અને પછી...

મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ધટના બની છે. માતાપિતા ન હોવાથી ભાઈ –ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.

ગુજરાતમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓની આ રીતે તૈયાર થશે માર્કશીટ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાએ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 15 વર્ષની સગીરાનાં માતા પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી. ત્યારે અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સુતા હતા ત્યારે તેના મોટા ભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યુ હતુ.

કોંગ્રેસ ફરી શંકરસિંહ બાપુના શરણે? ભરતસિંહ સાથે બંધ બારણે મુલાકાત બાદ રાજકારણ ગરમાયું

સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી નહોતી. બાદથી સગો ભાઈ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી સગીરા માસિક ધર્મમાં ન આવતા તેના ભાભીએ તેને ફોસલાવીને પુછપરછ કરતા સગીરાએ મોટા ભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યુ હતુ. જે બાદ સગીરા તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસે આરોપી અને ફરિયાદીના મેડિકલ રિપોર્ટ કરવાની તજવીજ તેજ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube