)
Ahmdabad News: અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ડીલીવરી બોય દ્વારા ચોરી મામલે ખાડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટર સાથે ડીલીવરી બોયનું કામ કરતા યુવક સામે લાખોના મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી એ 49 લાખની કિંમતના 164 મોબાઇલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હતી.
સેટેલાઇમાં એમેઝોન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા વ્યક્તિએ ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને તેમના વિસ્તારમાં ડિલિવરી ની કામગીરી સોંપી હતી. 14 જુલાઇના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં 171 જેટલા પાર્સલ ગોળલીમડા ખાતે લાવવામાં આવ્યાં હતાં.
જોકે આ જે પાર્સલોની ડીલીવરી ગ્રાહકો ન થઈ. જેથી સલીમ મન્સુરીના વેર હાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતા મોંહમદ મન્સુરી પાર્સલ લઇને નીકળ્યો હતો. તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. જેથી ડિલિવરી બોય તરીકે કામ કરતાં મોંહમદ મન્સુરીના આસ્ટોડીયામાં અબ્દુલવાડા સ્થિત તેના મકાન પર તપાસ કરતા ત્યાં પણ ન હતો.
આરોપીએ ચોરી કરેલ 171 પાર્સલ પૈકી ₹49 લાખની કિંમતના કુલ 129 પાર્સલ મોબાઈલના હતાં. આ મોબાઇલ ફોન પૈકી 45 નંગ આઇફોન, જેની કિંમત 22.50 લાખ થાય છે. આ સિવાય પણ 25 જેટલા અન્ય કંપનીના કિંમતી ફોન હતાં. જેને ડિલિવરી કરવાની જગ્યાએ બારોબાર સગે કરવાના ઇરાદે મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તરફ સસ્તા ભાવે આ મોબાઈલ વેચાણ કરવા ગયો હતો જો કે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે આરોપીને પકડવામાં સફળતા મળી.