Gujarati News: મુસાફરી કરવી તો ક્યાં કરવી?... કેમ કે વિમાનમાં મુસાફરી કરીએ તો વિમાન ક્રેશ થઈ જાય છે... ટ્રેનમાં મુસાફરી કરીએ તો ટ્રેનને અકસ્માત નડે છે... અને રસ્તા પર મુસાફરી કરીએ તો બ્રિજ તૂટી પડે છે... આવું અમે એટલા માટે કહીએ છીએ... કેમ કે વડોદરા જિલ્લામાં બુધવારે મોટી દુર્ઘટના બની... જેમાં વડોદરા અને આણંદને જોડનારા પુલનો ભાગ તૂટી પડ્યો... જેના કારણે ફરી એકવાર લોકોની સલામતી સામે અનેક સવાલ ઉઠ્યા છે... ત્યારે ગંભીરા બ્રિજ કેમ તૂટી પડ્યો?... દેશમાં પુલ તૂટી પડવાની કઈ મોટી દુર્ઘટના બની ચૂકી છે?... જોઈશું આ અહેવાલમાં...
ટ્રેનમાં મુસાફરી ગણાય છે સુરક્ષિત....
પરંતુ એક ઘટનાએ મુસાફરોને વિચારતા કરી દીધા....
ગુજરાતના બ્રિજ પર મુસાફરી ગણાય છે સુરક્ષિત...
પરંતુ ઉપરા-છાપરી બનતી ઘટના ઉપજાવી રહી છે સવાલ...
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે લોકો કોઈપણ જગ્યાએ મુસાફરી કરતાં હવે ડરી રહ્યા છે... લોકોના મનમાં મોટો સવાલ થઈ રહ્યો છે કે કઈ જગ્યાએ હવે મુસાફરી કરવી સુરક્ષિત છે?... કેમ કે બુધવારની સવાર વડોદરા માટે ખરાબ સમાચાર લઈને આવી... અહીંયા વડોદરા અને આણંદને જોડનારો ગંભીરા પુલ તૂટી પડ્યો...
સવારમાં અનેક વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા... તે સમયે અચાનક બ્રિજનો મોટો ભાગ ધડામ કરતો તૂટ્યો... આ સમયે બ્રિજની ઉપર રહેલાં અનેક વાહનો નદીમાં પડ્યા... જ્યારે એક ટ્રક બ્રિજની ઉપરના ભાગે લટકી પડ્યો.... અને થોડીવારમાં ત્યાં અફરા-તફરી મચી ગઈ... વાતાવરણ ગમગીન અને શોકમય બની ગયું...
ગંભીરા બ્રિજ મુદ્દે સૌથી મોટો ખુલાસો ફરિયાદી લખન દરબારે કર્યો છે... તેમણે આ દુર્ઘટના મામલે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે....
દુર્ઘટનાની જાણ થતાં શરૂઆતમાં તો સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા... પરંતુ કલાક પછી અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.... તેમણે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ અને બ્રિજ તરફનો રસ્તો પણ બંધ કરાવી દીધો...
જે બ્રિજનો 3 વર્ષ પહેલાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેને કેમ ચાલુ રાખ્યો તેવો સવાલ હાલ ઉઠી રહ્યો છે... જોકે આ કંઈ પહેલો બ્રિજ નથી... તંત્રની ઘોર બેદરકારીના કારણે દેશમાં અનેક પુલ તૂટવાની મોટી દુર્ઘટના બની છે... તેના પર નજર કરીએ તો...
2022માં મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડતાં 141 લોકોનાં મોત થયા...
આ પહેલાં 2016માં કોલકાતામાં વિવેકાનંદ ફ્લાયઓવર તૂટતાં 27 લોકોનાં મોત થયા...
2016માં મહારાષ્ટ્રમાં સાવિત્રી રિવર બ્રિજ દુર્ઘટનામાં 28 લોકોનાં મોત થયા...
2011માં દાર્જિલિંગમાં પુલ તૂટી પડતાં 32 લોકોનાં મોત થયા...
2009માં રાજસ્થાનના કોટામાં નિર્માણાધીન પુલ તૂટતાં 37 મજૂરોનાં મોત થયા...
2007માં હૈદરાબાદમાં ફ્લાયઓવર તૂટી પડતાં 20નાં મોત થયા...
દર વર્ષે દેશમાં કોઈને કોઈ જગ્યાએ પુલ તૂટવાની ઘટના બને છે... ચર્ચા થાય છે અને લોકોનાં મોત પર સહાય જાહેર કરી દેવામાં આવે છે... પરંતુ કોઈપણ જાતની નક્કર કાર્યવાહી થતી નથી... ત્યારે સવાલ થઈ રહ્યો છે કે સરકાર અને સિસ્ટમ ક્યારે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરશે?... તંત્રની બેદરકારીના કારણે થતાં લોકોના મોત ક્યારે અટકશે?.