ચરોતરના 22 વર્ષીય દેવ પટેલનું કેનેડામાં દુ:ખદ અવસાન; પરિવાર સહિત વાંસખીલીયા ગામમાં શોકનો માહોલ

કેનેડામાં ગુજરાતી યુવકનું હાર્ટ એટેકમાં મોત. આણંદના વાંસખીલીયા ગામના યુવકનું હાર્ટએટેકમાં મોત. આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો 

ચરોતરના 22 વર્ષીય દેવ પટેલનું કેનેડામાં દુ:ખદ અવસાન; પરિવાર સહિત વાંસખીલીયા ગામમાં શોકનો માહોલ

Anand News: કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું આકસ્મિક અવસાન થયું છે. કેનેડામાં ગુજરાતી યુવકનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું છે. આણંદના વાંસખીલીયા ગામના યુવકનું હાર્ટએટેકમાં મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. 22 વર્ષના દેવ પટેલ આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને ત્યાં તેણે હાર્ટએટેક આવ્યો હતો. આવતા શનિવારે અથવા રવિવારે મૃતદેહ આણંદ લાવશે. મૃતદેહ પરત લાવવા માટે ક્રાઉડ ફન્ડિંગની મદદ લેવાઈ છે. બીજી બાજુ વાંસખીલીયા ગામમાં શોકનો માહોલ પ્રસર્યો છે.

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું આકસ્મિક અવસાન થયું છે. મૃતક દેવ પટેલ આણંદ જિલ્લાના વાંસખિલિયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જે કેનેડામાં કયા સ્ટેટસ પર રહેતો હતો તેની કોઈ સ્પષ્ટ વિગતો પ્રાપ્ત નથી થઈ શકી પરંતુ 22 વર્ષનો આ યુવક સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હોવાની શક્યતા છે. દેવ પટેલનું મોત હાર્ટ અટેકને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે તે કેટલા સમયથી કેનેડામાં રહેતો હતો તેની કોઈ ચોક્કસ માહિતી નથી મળી. 

છેલ્લા પંદરેક દિવસમાં કેનેડામાં આ ચોથા ઈન્ડિયનનું હાર્ટ અટેકને કારણે અકાળે નિધન થયું છે તેવું કેનેડામાં રહેતા અને હ્યુમન્સ ફોર હાર્મની નામની સંસ્થાના પ્રેસિડેન્ટ ડોન પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું તેમણે સાવ નાની વયે કેનેડામાં હ્રદયરોગમાં પોતાનો જીવ ગુમાવનારા ઈન્ડિયન્સ વિશે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news