)
Ambaji Temple: માં અંબેના મૂળ સ્થાન ગણાતા ગબ્બરગઢ અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. આ ગબ્બર ગઢના રસ્તે હાલ અંબાજી મેળાને લઇ શ્રદ્ધાળુઓની માનવ સાંકળ જોવા મળી રહે છે. અરવલ્લીને ગિરિમાળામાં આવેલું ગબ્બરગઢ જમીનની સપાટીથી 480 મીટરની ઊંચાઈ આવેલો એક હિલ સ્ટેશન પણ માનવામાં આવે છે. જે પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે ને ગબ્બર પર્વત શાસ્ત્રો અને ચુડામણીમાં પણ આલેખાયેલું છે.
દેવી શક્તિ એટલે કે માતા પાર્વતીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા પણ પ્રવર્તે છે. જેથી શક્તિપીઠ મનાય છે. અહીં ગબ્બર ઉપર કોઈ મૂર્તિ પૂજાતી નથી. અહીં પણ અંબાજીમાં જેમ યંત્ર પૂજાય છે તેમ ગબ્બરગઢ ઉપર પણ જ્યોત પૂજાય છે. એવું માનવામાં આવે છે કે અનેક વાવાઝોડાને વરસાદ પડે હોવા છતાં આ અખંડ જ્યોત કદી બુઝાઈ નથી ને ભક્તો આ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
આજે પણ અનેક શ્રદ્ધાળુઓ માત્ર ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શન પહોંચતા જોવા મળ્યા હતા. હાલમાં આ ભાદરવી પૂનમના મેળાને લઇ ગબ્બરગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. માં અંબેનું મૂળ સ્થાન મનાતું હોવાથી શ્રદ્ધાળુ ગબ્બરઘઢ ઉપર જાય છે અને પછી અંબાજીના દર્શન એ જતા જોવા મળ્યા હતા.