વલસાડમાં પાર નદીનો જર્જરિત ચેકડેમ, સળિયા દેખાવા લાગ્યા, જનતાના પૈસા પાણીમાં વહી ગયા!

વલસાદની પાર નદી પર ચેકડેમની હાલત જર્જરિત થઈ ગઈ છે. જનતા માટે આ ચેકડેમ જોખમી બની ગયો છે. આ બ્રિજે તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે.

વલસાડમાં પાર નદીનો જર્જરિત ચેકડેમ, સળિયા દેખાવા લાગ્યા, જનતાના પૈસા પાણીમાં વહી ગયા!

વલસાડઃ સરકાર વિકાસના નામે કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ વિકાસની એ મીઠી સુવાસ પ્રજાજનો સુધી પહોંચતી હોય તેમ લાગતું નથી. હા કરોડો રૂપિયાના આંધણમાં મલાઈની જરૂર ભાગબટાઈ થાય છે અને તેની વહેંચણી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ વચ્ચે થાય છે. વાત વલસાડ જિલ્લાની છે, જ્યાં એક ચેકડમનું રિપેરિંગ એક વર્ષ પહેલા જ એક કરોડથી વધુના ખર્ચે થયું, પરંતુ આજે તેની સ્થિતિ સાવ દયનીય થઈ ગઈ છે. જુઓ પ્રજાના પૈસાના બેફામ વેડફાટનો આ ખાસ અહેવાલ....

સ્વાગત છે વલસાડની પાર નદીના ચેકડેમ પર, જ્યાં કોંક્રિટ નથી, સળિયા ખુલ્લા ઝળકે છે, અને જોખમની ઘંટડી નહીં, પણ પ્રજાના ટેક્સના પૈસા નદીમાં ગીત ગાતા વહી ગયા છે! ગયા વર્ષે સરકારે આ ચેકડેમને ચમકાવવા 1 કરોડ 9 લાખ રૂપિયા ખર્ચ્યા, પણ એક જ ચોમાસામાં બધુ જ ધોવાઈ ગયું...અને તે સાથે જ નદીના પ્રવાહમાં વહી ગયા પ્રજાના ટેક્સના પૈસા....

Add Zee News as a Preferred Source

ગયા વર્ષે દમણગંગા વિભાગે આ ચેકડેમના રિપેરિંગનું કામ એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું. પરંતુ એક વર્ષમાં જ ડેમની આ દયનીય સ્થિતિએ ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું? શું અધિકારીઓએ બાંધકામ દરમિયાન યોગ્ય દેખરેખ રાખી નહીં?....

તંત્ર સામે સવાલ
શું કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું?
શું અધિકારીઓએ બાંધકામ દરમિયાન યોગ્ય દેખરેખ રાખી નહીં?

પરંતુ સવાલ એ છે કે જ્યારે આ ચેકડેમનું રિપેરિંગ થઈ રહ્યું હતું, ત્યારે દમણગંગા વિભાગના અધિકારીઓ સ્થળ પર ગયા ન હતા? શું તેઓ એસી ચેમ્બરમાં બેસીને ફાઈલો ફેરવતા રહ્યા? અને સૌથી મોટો સવાલ—પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં કેવી રીતે ગયા?

તંત્ર સામે સવાલ 
શું તેઓ એસી ચેમ્બરમાં બેસીને ફાઈલો ફેરવતા રહ્યા?
પ્રજાના ટેક્સના રૂપિયા કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં કેવી રીતે ગયા? 

આ ચેકડેમની ખખડી ગયેલી સ્થિતિ માત્ર બાંધકામની નબળાઈ નથી, પરંતુ સરકારી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનો પણ જીવતો પુરાવો છે. ગામલોકોની સુરક્ષા અને પાણીની જરૂરિયાતો માટે બનેલો આ બાંધ આજે જાતે જ જોખમ બની ગયો છે. ત્યારે જ્યાં સુધી આવા ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસા આ રીતે નદીના પ્રવાહમાં વહેતા રહેશે. હવે સવાલ એ છે કે આ ચેકડેમનું ભવિષ્ય શું હશે? અને આવા કૌભાંડોનો અંત ક્યારે આવશે?...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news