નિષ્ઠુર માતાએ તરછોડી દીધેલો દીકરો આખરે પહોંચી ગયો ભગવાનના ઘરે

અમદાવાદમાં બની છે આ ચોંકાવનારી ઘટના

નિષ્ઠુર માતાએ તરછોડી દીધેલો દીકરો આખરે પહોંચી ગયો ભગવાનના ઘરે

અમદાવાદ : હાલમાં અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં માતાએ અન્નનળી વગર જન્મેલા દીકરાને નિષ્ઠુરતાથી તરછોડી દીધો હતો જેના કારણે દીકરો બ્રેઇન ડેડ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બાળક રુદ્રના પિતાએ તેની પત્ની વિરૂદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મોતના મોંમાં પહોંચી ગયેલા આ દીકરાની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી અને આખરે અહીં જ તેણે અંતિમ શ્વાસ લઈ લીધા છે. 

મળતી માહિતી પ્રમાણે અન્નનળી વગર જન્મેલા દીકરા રૂદ્રને છોડીને તેની માતા પિયર જતી રહી હતી. પિતા અને દાદા-દાદીએ માતા કરતાં પણ વધારે સારી રીતે બાળકની દેખરેખ કરી. પરંતુ યોગ્ય વિકાસના અભાવે એક વર્ષ બાદ બાળકનું બ્રેઈન ડેડ થઇ ગયું હતું. જેમાં ડોક્ટરોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે બાળકને માતાનું દૂધ, હૂંફ અને પ્રેમ નહીં મળતા બાળક બ્રેઈન ડેડ થયું છે. 

 રૂદ્રના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી કે ''મારું નામ ઘનશ્યામ ડાહ્યાભાઇ પટેલ (35) ધંધો - કન્સલ્ટન્સી - સૌંદર્યગ્રીન સોસાયટી, ચાંદખેડા..રૂબરૂમાં આવીને ફરિયાદ લખાવું છું કે હું પત્ની સાથે રહું છું અને પ્રોપર્ટી કન્સલ્ટન્સીનો વ્યવસાય કરું છું. અમારા પુન: લગ્ન 29-5-2011 ના રોજ તોરલબહેન ડો-ઓ કેસરભાઇ નાથાભાઇ પટેલ રહે.લક્ષ્મણપુરા. તા.ઈડર. જિ.સાબરકાંઠા સાથે થયેલ. લગ્ન બાદ અમારે 2014 માં સંતાનમાં એક બેબીનો જન્મ થયો હતો. ત્યારબાદ 2016 માં મારી પત્ની ફરીથી ગર્ભવતી થયેલ. અને તે અમારી સાથે રહેતી હતી. અમે તેની સારવાર એડકેર હોસ્પિટલ સૌરભ હાઈસ્કૂલની બાજુમાં નવા વાડજ ખાતે ડોક્ટર ભાર્ગવીબહેનના ત્યાં કરાવતા હતા. તા.21-1-2017 ના રોજ તોરલને સિઝેરિયનથી બાળકનો જન્મ થયો હતો. મારી પત્નીને હોસ્પિટલમાંથી રજા આપતા તોરલ સેતુ હોસ્પિટલ આવી હતી અને અમારા બાળકને એક વાર દૂધ આપેલ. તે સમયે બાળકને કૃત્રિમ ખોરાક આપવા માટે નળી નાખેલ હતી અને નળી વાટે ખોરાક જઠરમાં જતો હતો. આ પ્રક્રિયા મુજબ દિવસમાં આઠ વખત ખોરાક આપવો પડે તે હકીકતથી તોરલ વાકેફ હતી. તેમ છતાં તોરલ અમારા બાળક રુદ્રને મૂકી પોતે સિઝેરિયન કરાવ્યું હોવાથી આરામ કરવા માટે પિતા સાથે પિયરમાં જતી રહી હતી.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news