મોટી ખુશખબર! દિવાળી પર સરકારી કર્મચારીઓને મળશે મીની વેકેશન, રજાઓ કરાઈ જાહેર
Diwali Holiday: રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્માચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ દિવાળીની વધુ એક મોટી ભેટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી સ્વીકારતા 21 ઓક્ટોબર અને 24 ઓક્ટોબર એમ બે દિવસ સરકારના કર્મચારીઓને રજા જાહેર કરાઈ આવી છે. આમ બે દિવસની રજા જાહેર કરાતા રાજ્ય સરકારે સળંગ એક સપ્તાહ સુધી કર્મચારીઓને રજા મળી રહે તેવી અનુકૂળતા કરી આપી છે.
Trending Photos
)
Diwali Holiday: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, કર્મચારીઓની દિવાળીની પડતર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીમાં 24 ઓક્ટોબરની રજા જાહેર કરાઈ છે. કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશે. 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રજાઓ રહેશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્માચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ દિવાળીની વધુ એક મોટી ભેટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી સ્વીકારતા 21 ઓક્ટોબર અને 24 ઓક્ટોબર એમ બે દિવસ સરકારના કર્મચારીઓને રજા જાહેર કરાઈ આવી છે.
21 ઓક્ટોબર અને 24 ઓક્ટોબરની રજા જાહેર
આમ બે દિવસની રજા જાહેર કરાતા રાજ્ય સરકારે સળંગ એક સપ્તાહ સુધી કર્મચારીઓને રજા મળી રહે તેવી અનુકૂળતા કરી આપી છે. 20 તારીખે દિવાળી અને 21 તારીખે પડતર દિવસની રજા આપવાાં આવી છે. તેવી જ રીતે 24 તારીખે પણ કચેરીમાં રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્ય સરકારના કર્મચારીઓને 20 તારીખથી લઈને 26 તારીખ સુધી સળંગ રજા મળી રહેશે. જેના કારણે સરકારી કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશે. તેના બદલામાં પછીના મહિનામાં આવતા બીજા શનિવારે કચેરીઓ ચાલુ રાખશે. 8 નવેમ્બર અને 13 ડિસેમ્બરના બીજા શનિવારે કચેરી ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














