રાજય સરકારના કર્મીઓને દિવાળીની ભેટ, રાજ્યના 16921 કર્મચારીઓને ચુકવાશે બોનસ

Gandhinagat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

રાજય સરકારના કર્મીઓને દિવાળીની ભેટ, રાજ્યના 16921 કર્મચારીઓને ચુકવાશે બોનસ

Gandhinagat News: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આવા સમયે ગુજરાતના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આવી છે. ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી દિવાળીનો તહેવાર વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય લીધો છે.
 
દિવાળીના તહેવરને લઈ ગુજરાત સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયથી વર્ગ 4ના કર્મચારીઓને લાભ થશે. 7000 રૂપિયાની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી. તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. 

Add Zee News as a Preferred Source

બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
બોનસની ગણતરી મહત્તમ 7,000 માસિક પગાર પર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે: 7,000 રૂપિયા × 30 ÷ 30.4 = 6,907.89 રૂપિયા. નોંધનીય છે કે, સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ દિવાળીના બોનસથી તેમના પરિવારોને મોટી રાહત અને ખુશી લાવશે તેવી અપેક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news