)
અમદાવાદઃ 12 જૂને એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા. જ્યારે વિમાન જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં પણ 30 જેટલા લોકોના મોત થયા હતા. આ વિમાન દુર્ઘટના સમયનો એક વીડિયો હવે વાયરલ થયો છે.
બીજે મેડિકલ કોલેજનો વીડિયો થયો વાયરલ
12 જૂને જ્યારે એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું આ સમયે અનેક ડોક્ટરો-વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. હવે 12 જૂનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વિમાન દુર્ઘટના થઈ ત્યારે જીવ બચાવવા માટે ડોક્ટરો ભાગ્યા હતા. એક મહિલા ડોક્ટર જાળી પકડી નીચે ઉતરી હતી. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પણ પહોંચી હતી.
જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ, જુઓ અમદાવાદ પ્લેન ક્રેશ બાદનો નવો વીડિયો#AhmedabadPlaneCrash #AirIndiaPlaneCrash #ahmedabad #AirIndia #Gujarat #planecrashtragedy #AhmedabadTragedy #viralvideo #ZEE24KALAK pic.twitter.com/yTpKVHTy8b
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2025
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અતુલ્યમ હોસ્ટેલના એક ભાગમાં આગ લાગેલી છે. બીજીતરફ એક યુવતી અને બે પુરૂષો રૂમની બારીમાં ઉભા છે. આ દરમિયાન એક યુવતી બારીની રેલિંગ કૂદે છે અને જાળી પકડી નીચે ઉતરે છે. જ્યારે એક યુવક બારીની રેલિંગમાં ચાદર બાંધીને નીચે ઉતરે છે. આ ભયાનક દુર્ઘટના સમયે જીવ બચાવવા ડોક્ટરોએ છલાંગ લગાવી હતી.
નોંધનીય છે કે 12 જૂને જ્યારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારે હોસ્ટેલમાં 50 જેટલા ડોક્ટરો હાજર હતા. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા ડોક્ટરો ઈજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે કેટલાક ડોક્ટરોના મોત પણ થયા છે.