ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક : સુરતમાં યુવક પર આખું ટોળું તૂટી પડ્યું, અમદાવાદમાં જર્મન શેફર્ડનો બાળક પર હુમલો
Dog Attack : સુરતના સૈયદપુરામાં શ્વાનના આતંકથી એકનું મોત. એક યુવક પાછળ શ્વાનનું આખું ટોળું દોડ્યું. અમદાવાદના રામોલમાં પાલતુ શ્વાન દ્વારા બે બાળક પર હુમલો કર્યો
Trending Photos
)
Dog Attack In Gujarat : લોકોના ઘરની સુરક્ષા કરતા શ્વાન ખુંખાર બનતા જઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી પાલતુ શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે.એક આંકડા મુજબ ગુજરાતમાં રોજ 1076 લોકોને શ્વાન કરડે છે. ત્યારે કેમ શ્વાનના હુમલા વધ્યા છે અને જો તમને શ્વાન કરડે તો તમે શ્વાન માલિક સામે કેવી કરી શકો છો કાર્યવાહી. જોઈએ જનતાની વાતમાં...
ગુજરાતના શ્વાન એટેકના 3 મોટા કિસ્સા
- રોટવીલરે 4 મહિનાની બાળકીને ફાડી ખાધી
- શ્વાનના હુમલાથી યુવક મોતને ભેટ્યો
- જર્મન શેફરે બાળકને લોહીલુહાણ કર્યું
શ્વાન આમ તો તમારી અને તમારા ઘરની સુરક્ષા માટે જાણીતા છે. પરંતુ હવે આ જ શ્વાન એવા તો ખુંખાર બની રહ્યા છે કે લોકોના જીવ લેવા લાગ્યા છે. ઘણી વખત શ્વાન હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી આવી જ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં અમદાવાદમાં જર્મન શેફર્ડે બાળક પર હુમલો કર્યો, તો બીજી સુરતની ઘટનામાં કૂતરાઓનું ટોળું યુવક પાછળ દોડતાં તે મોતને ભેટ્યો છે.
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બાળક પર હુમલો કર્યો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. જે બાદ કૂતરાએ બાળક પર હુમલો કર્યો અને બાળકની જાંઘ પર દાંત બેસાડી દીધા. એવું નથી કે આવી પહેલી ઘટના છે, 6 મહિના પહેલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં રોટવીલર નામના શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી મોતને ભેટી હતી.
લોકો સાથે હળી મળીને રહેતા પાલતુ શ્વાન અચાનક કેમ હુમલા કરી દે છે. તેની વાત કરીએ તો,,
- જ્યારે શ્વાન અસુરક્ષિત અનુભવે ત્યારે હુમલો કરે છે
- અચાનક અજાણ્યો માણસ આવી જાય તો હુમલો કરી દે
- પોતાના સ્વબચાવમાં પણ ક્યારેક શ્વાન હુમલો કરે છે
અમદાવાદની ઘટનામાં પરિવારે જર્મન શેફર્ડના માલિક સામે ફરિયાદ થઈ છે, જ્યારે હુમલો કરનાર શ્વાનને AMCના શેલ્ટર હોમમાં ખસેડી દેવાયો છે. જો કોઈ વ્યક્તિના પાલતુ શ્વાન હુમલો કરે તો કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થાય તેની વાત કરીએ તો,,,
- શ્વાનના માલિક સંપૂર્ણપણે જવાબદાર રહે છે
- BNS 2023, કલમ 291 હેઠળ કાનુની કાર્યવાહી કરી શકાય
- સારવારનો અને નુકસાનનો ખર્ચ શ્વાન માલિકે આપવો પડે છે
- ગંભીર કિસ્સામાં દંડ અથવા જેલની સજા પણ થઈ શકે
ઘણા લોકો પોતાના શોખ ખાતર ખતરનાક કૂતરાઓને પોતાના ઘરે લાવે છે અને આવી ઘટનાઓ બને છે. ત્યારે દુનિયાના સૌથી ખતરનાક 5 કૂતરાઓને વાત કરીએ તો,,,
- પિટબુલ - આક્રમક સ્વભાવ અને હુમલાખોર વલણ ધરાવે છે. 4 મિનિટમાં જ જીવ લઈ લે છે...
- રોટવિલર - મજબૂત જડબું અને ખૂંખાર સ્વભાવનો છે. થોડો પણ ભય અનુભવે તો હુમલો કરી દે...
- જર્મન શેફર્ડ - શક્તિશાળી અને ઝડપી હુમલો કરી શકે છે. 5 મિનિટમાં કોઈને પણ મારી નાંખે
- ચાઉ ચાઉ- દેખાવમાં શાંત લાગે, પરંતુ હકીકતમાં ખુબ ખુંખાર છે.
- ટોસા ઈનુ- દુર્લભ જાતિનું શ્વાન બે મિનિટમાં કોઈને પણ લોહીલુહાણ કરી નાંખે
ગુજરાત સહિતદેશમાં વધી રહેલા શ્વાનના હુમલાની ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન બહાર પાડી છે. પરંતુ ઘણા શ્વાનના માલિકો આ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. ત્યારે શ્વાન માલિકોને બેદરકારીનો ભોગ માસૂમ લોકો બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














