દહેજની લાલચમાં પરણિતાનો લેવાયો ભોગ, પરિવારને ચહેરો પણ જોવા ન મળ્યો
શહેરમાં દહેજની લાલચથી વધુ એક પરણીતાનો ભોગ લેવાયો છે. જેને લઇ પરિવારે યુવતીના હત્યાનો આક્ષેપ કરીને ન્યાયની માંગ કરી છે. પરંતુ સાસરીયાએ યુવતીના મૃતદેહનુ અંતિમ સંસ્કાર કરી દેતા યુવતીનુ મોતનુ કારણ રહસ્યમય બન્યુ છે. ત્યારે પોલીસે આક્ષેપોને લઈને હાલ અરજી આધારે તપાસ શરૂ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં દહેજની લાલચથી વધુ એક પરણીતાનો ભોગ લેવાયો છે. જેને લઇ પરિવારે યુવતીના હત્યાનો આક્ષેપ કરીને ન્યાયની માંગ કરી છે. પરંતુ સાસરીયાએ યુવતીના મૃતદેહનુ અંતિમ સંસ્કાર કરી દેતા યુવતીનુ મોતનુ કારણ રહસ્યમય બન્યુ છે. ત્યારે પોલીસે આક્ષેપોને લઈને હાલ અરજી આધારે તપાસ શરૂ કરી છે.
પરિવાર પોતાની દિકરીના મોત બાદ અંતિમ ચહેરો પણ નથી જોઈ શકયો. શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં રાજસ્થાનના મહેશ ધોબીએ એક વર્ષ પહેલા પોતાની દિકરી સપનાના લગ્ન ઉત્તરપ્રદેશના હિતેશ ધોબી સાથે કર્યા હતા. લગ્ન બાદ હિતેશ અને તેનો પરિવાર અમદાવાદ આવ્યો અને દહેજની માંગણી કરવા લાગ્યો હતો. દિકરીનુ ઘરના તુટે માટે સપનાના પિતાએ એક વર્ષમા ટુકડે ટુકડે રૂપિયા 4.50 લાખ દહેજ આપ્યુ હતું.
અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ
દહેજના શૈતાનોએ તેમની દિકરીનો ભોગ લઈ લીધો. આ પરિવાર દિકરીનું મોતનુ કારણ જાણી શકે તે પહેલા તો તેના સાસરીયાઓએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનો યુવતીના પરિવારવાળા આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ અને પાડોશીઓને બીમારીથી મોતનુ કારણ જણાવ્યુ હતું. પરંતુ પરિવારને શંકા છે કે, તેના પતિ અને સાસરીયાએ જ સપનાની હત્યા કરી અથવા તો સપનાએ તેમના ત્રાસથી આત્મહત્યા કરી દીધી છે. તેઓ ન્યાય મેળવવા જુદા-જુદા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરી ધક્કા ખાઈ રહયા છે.
સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ
18 એપ્રિલ 2018ના રોજ સપના અને હિતેષના ધામધુમથી લગ્ન થયા હતા. સપનાનો પરિવાર દિકરીના સુખમય દામ્પત્ય જીવન માટે લગ્નના અવસરે જ ખુબ જ દહેજ આપ્યુ હતુ. પરંતુ સાસરીયાઓની દહેજની માંગ વધતી રહીયય 28 એપ્રિલના રોજ સપના પિયરથી સાસરી આવી છે. 10 દિવસમા તેનુ બીમારીથી મોત થયુ તે શંકાસ્પદ છે.
નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી ટ્રાઇસીકલ બારોબાર ભંગારમાં વેચવાનું કૌભાંડ
પરિવારનો આક્ષેપ છે કે, 9 મેના રોજ સપનાએ ફોન કરીને દહેજની માગ સાસરીયા કરી રહયા હોવાનુ જણાવ્યુ અને રાત્રે તેના મોતના સમાચાર આવ્યા હતા. જેથી તેની સાથે કંઈ ખોટુ થયુ છે. કારણ કે, સાસરીયાએ અમને જાણ કર્યા વગર ગેરમાર્ગે દોરીને તેનુ અંતિમ સંસ્કાર કરી દીધુ હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ આક્ષેપ મામલે શહેરકોટડા પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી હતી. પરણિતા પરિવાજનો પોલીસ કમિશનરને મળીને રજુઆત કરી હતી.