DPSનો નવો વિવાદ: સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓ અને બાળકોને આપી રહ્યું છે માનસિક ત્રાસ

હાથીજણ સ્થિત વિવાદિત DPS ઈસ્ટ દિવસે ને દિવસે જુદા જુદા પ્રકારના વિવાદોમાં ઘેરાઈ રહી છે ત્યારે સ્કુલમાં અભ્યાસ કરી રહેલા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર થયેલા વાલીઓના બાળકોને માનસિક ત્રાસ આપવામાં આપવો તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ સ્કુલના શિક્ષકો તેમજ મેનેજમેન્ટ પર કેટલાક વાલીઓ દ્વારા કરાઈ રહ્યો છે. વિવાદિત DPS ઈસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર વાલીઓના બાળકોને માનસિક ત્રાસ તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 

DPSનો નવો વિવાદ: સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓ અને બાળકોને આપી રહ્યું છે માનસિક ત્રાસ

અતુલ તિવારી/અમદાવાદ :હાથીજણ સ્થિત વિવાદિત DPS ઈસ્ટ દિવસે ને દિવસે જુદા જુદા પ્રકારના વિવાદોમાં ઘેરાઈ રહી છે ત્યારે સ્કુલમાં અભ્યાસ કરી રહેલા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર થયેલા વાલીઓના બાળકોને માનસિક ત્રાસ આપવામાં આપવો તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ સ્કુલના શિક્ષકો તેમજ મેનેજમેન્ટ પર કેટલાક વાલીઓ દ્વારા કરાઈ રહ્યો છે. વિવાદિત DPS ઈસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર વાલીઓના બાળકોને માનસિક ત્રાસ તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 

Vadodara : 4 દિવસથી ગુમ ખુશ્બુને શોધવામા પોલીસે રસ દાખવ્યો ન હતો, જો પગલા લીધા હોત તો...  

DPS ઈસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ધમકાવવામાં આવતા હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં જવા તૈયાર છે, તેમના બાળકોને ગત દિવસો કરતા વધુ હોમવર્ક આપવું, ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા બાળકોને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક આપવાની ધમકી, સ્કૂલ બસમાં પ્રવેશી બાળકોને કેટલાક વાલીઓ દ્વારા પેપર આપવામાં આવે છે. જેમાં વાલીઓને બેઠકમાં હાજર રહેવા મામલે દબાણ કરાતા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે કેટલાક વાલીઓની ખાનગી માહિતી કે સ્કુલ પાસે જ હતી, તે અન્ય વાલીઓ પાસે પહોંચી છે. જેને લઈ વાલીઓની ખાનગી માહિતી પણ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા લીક કરાયાનો આક્ષેપ થયો હતો. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા વાલીઓ ચિંતિત છે અને સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક હેરાન ન કરવામાં આવે તે માટે DPS ઇસ્ટના પ્રિન્સીપાલ પૂરી તેમજ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરીને પોતાની ફરિયાદ કરશે તેવું એક વાલી હિરલ મહેતાએ જણાવ્યું. 

વાલીઓમાં બે ફાંટા પડ્યા...
832 વિદ્યાર્થીઓના હિતને જોતા DPS ઈસ્ટ સ્કૂલનું સમગ્ર સંચાલન ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધા બાદ હવે નવા સત્ર માટે પણ સ્કૂલ ચલાવવામાં આવે તેવી કેટલાક વાલીઓ દ્વારા માગ કરાઈ છે. જે સંદર્ભે હીરાપુર ચોકડી ખાતે આવેલા શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ ખાતે વાલીઓની બેઠક મળી હતી, જેમાં DPS ઇસ્ટના 832માંથી 150 જેટલા જ વાલીઓ હાજર રહેતા વાલીઓમાં બે ફાંટા પડ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ સામે આવ્યું છે. DPS ઇસ્ટ સ્કૂલને નવું શૈક્ષણિક સત્ર ચલાવવા મંજુરી મળે તે ઉદ્દેશથી કેટલાક વાલીઓની બેઠક યોજાઈ હતી. કેટલાક વાલીઓ હવે સ્કૂલ ચાલુ રહે તે માટે સરકાર પર દબાણ બનાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ મામલે સ્કુલના જ વાલીઓમાં ભાગલા પણ પડી ચૂક્યા છે. વાલીઓનું એક ગ્રુપ નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા તૈયાર થયું છે, જે બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. જ્યારે બીજું ગ્રુપ DPS ઈસ્ટ ચાલુ રહે તે માટે સક્રિય બન્યું છે. ત્યારે એક ગ્રુપ તરફથી બીજા ગ્રુપ પર વાલીઓને ગેરમાર્ગે દોરવાનો અને સ્કૂલના સંચાલકોનો હાથો બન્યાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. એવામાં સમજદારી પૂર્વક અન્ય સ્કુલમાં ખસી જવાની પણ વાલીઓ દ્વારા રજૂઆત કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news