એકમાત્ર વડોદરાના આ સાંસદ વિદેશમાં ખોલશે પાકિસ્તાનની પોલ; VIDEO સંદેશ મારફતે આપી જાણકારી

Operation Sindoor: ભારત પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારત સરકાર આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ પર આગળ વધવા ના સંદેશ સાથે સાંસદોના ડેલિગેશનને વિદેશ મોકલવા જઈ રહી છે. સાંસદોનુ આ પ્રતિનિધિ મંડળ અલગ-અલગ દેશોની મુલાકાત લઈને ત્યાં પાકિસ્તાનની પોલ ખોલશે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એકમાત્ર વડોદરાના આ સાંસદ વિદેશમાં ખોલશે પાકિસ્તાનની પોલ; VIDEO સંદેશ મારફતે આપી જાણકારી

Operation Sindoor: ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખુલશે. સાંસદો ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશી પણ વિદેશમાં પાકિસ્તાનની પોલ ખોલશે. ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયા પ્રજાસત્તાક દેશમાં જનાર સાંસદોના ડેલિગેટમાં હેમાંગ જોશીનો સમાવેશ કરાયો છે. જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં ડેલીગેટ જશે. ડો હેમાંગ જોશીએ વીડિયો સંદેશ મારફતે લોકોને જાણકારી આપી હતી. 

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, એક નાગરિક તરીકે, લોકસભામાં PM મોદી અને NDA સરકારના એક સૈનિક તેમજ ભાજપના કાર્યકર તરીકે મારા માટે આ ખૂબ જ ભાવુંક ક્ષણ છે. મારી સાથે વડોદરાના તમામ નાગરિકો માટે આ બમણી હર્ષની લાગણી છે, કારણ કે ઑપરેશન સિંદુર પાર પાડવા અને તેને દુનિયા સમક્ષ મૂકવા માટે વડાપ્રધાન અને આર્મ ફોર્સના વડાઓએ આપણા વડોદરાની દીકરી સોફિયા કુરૈશીની પસંદગી કરી હતી.

હવે જ્યારે ઓલ પાર્ટી ડેલિગેટ વિશ્વના દરેક ખુણે જઈ રહ્યું છે. જેમાં દુશ્મન દેશો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હોય, તેને પુરાવા સાથે ખંડન કરવા અને ઑપરેશન સિંદૂર દ્વારા આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું, તેને વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે. ઑપરેશન સિંદુર માત્ર બદલાની ભાવનાથી નહીં પણ ન્યાય અપાવવા માટે લેવામાં આવેલું પગલું છે.

No description available.

ભારત સરકાર દ્વારા જે ઓલપાર્ટી ડેલિગેટની રચના કરવામાં આવી છે, તેમાં એક સાંસદ તરીકે વિશ્વના નોર્ધન દેશોમાં જઈને સાચી વાત મૂકવાની છે. આ સમગ્ર ટીમમાં મારી પણ પસંદગી કરવામાં આવી છે. જે બદલ હું પાર્ટી અધ્યક્ષ નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. એક ટીમ મેમ્બર તરીકે જે કોઈ જવાબદારી આપવામાં આવશે, તેને પ્રામાણિક્તાથી નિભાવવાનો પ્રયાસ કરીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news