દાદાના આ શબ્દો હૈયું વલોવી નાંખશે! વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા જોડિયા પૌત્રો વિશે લખેલી પોસ્ટ રોવડાવી નાંખશે!
Doctor Couple Last Rites Perform Together: પ્રતીક જોશી આશરે 6 વર્ષ પહેલાં લંડન શિફ્ટ થયા હતા. હવે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રીતે વસવાટ માટે લંડન જઈ રહ્યા હતા. દાદાએ નિસાસા નાંખતા દુ:ખી સ્વરે જણાવ્યું હતું કે, 'મારા જોડિયા પૌત્રોનો જન્મ 15 ઓગસ્ટના રોજ થયો હતો અને હવે તેઓ આઝાદ થઇ ગયા, તેમના માટે નવી સ્કૂલ બેગ ખરીદી હતી, જેને આખી રાત છાતીએ વળગાળી સૂતા હતા...'
Trending Photos
Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવાર સાથે ફ્લાઇટમાં સવાર હતા. પ્રતીક જોશી આશરે 6 વર્ષ પહેલાં લંડન શિફ્ટ થયા હતા. હવે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રીતે વસવાટ માટે લંડન જઈ રહ્યા હતા. પરંતુ કૃદરતની થપાટ તો જુઓ.. તેને કંઈક બીજું જ મજૂંર હતું. એક ઘટનાના કારણે આખો પરિવાર વિખરાઈ ગયો હતો.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડોક્ટર જોશીનો પરિવાર ઉજડી ગયો હતો. આ ઘટનાને યાદ કરતા દાદાએ નિસાસા નાંખતા દુ:ખી સ્વરે જણાવ્યું હતું કે, 'મારા જોડિયા પૌત્રોનો જન્મ 15 ઓગસ્ટના રોજ થયો હતો અને હવે તેઓ આઝાદ થઇ ગયા, તેમના માટે નવી સ્કૂલ બેગ ખરીદી હતી, જેને આખી રાત છાતીએ વળગાળી સૂતા હતા...'
લંડન જઇ રહેલો રાજસ્થાનનો આખો પરિવાર વિખેરાયો, અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થતા વૃદ્ધ પિતાના હાલ બેહાલ#AirIndiaPlaneCrash #AhmedabadPlaneCrash #ahmedabad #Gujarat #planecrashtragedy #AhmedabadTragedy #ZEE24KALAK pic.twitter.com/rT2esZQZWX
— Zee 24 Kalak (@Zee24Kalak) June 18, 2025
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુદરતનું કિસ્મત કનેકશન; રૂવાટાં ઉભા કરી દે તેવી છે કેસ સ્ટડી
આખો પરિવાર લંડનમાં સ્થાયી થવાના ઇરાદે આ ફ્લાઇટમાં સવાર થયો હતો. પ્રતીકની લાંબા સમયથી યોજના હતી કે, તે હવે પત્ની અને બાળકોને પણ લંડન લઈ જાય અને એક સાથે નવી જિંદગીની શરૂઆત કરે. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. વિમાન દુર્ઘટનાએ આખા પરિવારની ખુશીઓ થોડી જ ક્ષણોમાં ભરખી લીધી.
પ્રતીક જોશીની પત્નીનું નામ ડો. કોમી વ્યાસ છે. તે એક ડોક્ટર હતી અને તેણે બે દિવસ પહેલાં જ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી તે લંડનમાં નવી શરૂઆત કરી શકે. આ પરિવારમાં ત્રણ બાળકો છે. જેમાં બે જોડિયા દીકરીઓ છે અને બંનેની ઉંમર પાંચ વર્ષ છે.
આ અંગે જાણકારી સામે આવ્યા બાદ બાંસવાડામાં પ્રતીક જોશી અને તેના પરિવારના સંબંધીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તમામ લોકો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છે. પ્રતીક અને કોમી બંને ભણેલા-ગણેલા અને મહેનતી દંપતી હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે