)
ખંભાળિયાના જાણીતા અને સેવાભાવી ડોક્ટર પી.વી. કંડોરીયાએ હાલમાં કમોસમી વરસાદને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે. ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉ. કંડોરીયાએ સંકટના આ સમયમાં 15 દીકરીઓ માટે તારણહાર બનવાનો નિર્ણય કર્યો છે.
15 દીકરીઓની ફી માફ કરી
ખંભાળિયા સ્થિત ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં ANM (Auxiliary Nurse Midwifery) અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારી કુલ 15 દીકરીઓની પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી માફ કરવાનો ડૉ. કંડોરીયાએ નિર્ણય કર્યો છે.
દ્વારકા: સંકટ સમયે જગતના તાતની વ્હારે આવ્યા ડો. કંડોરીયા, ખેડૂતની દીકરીઓની નર્સિંગની ફી કરી માફ
#farmer #girls #gujarat #news #Khambhaliya #NursingCollege #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending pic.twitter.com/UvV9t66xu8— Zee 24 Kalak (@Zee24Kalak) November 3, 2025
ડૉ. કંડોરીયા આ 15 દીકરીઓની કુલ ફીની રકમ પોતાના ભગવતી ટ્રસ્ટમાંથી સીધી નર્સિંગ સ્કૂલને ચૂકવશે. આર્થિક સંકડામણ વચ્ચે પણ 15 દીકરીઓ તેમના નર્સિંગના અભ્યાસને કોઈ પણ અવરોધ વિના આગળ વધારી શકશે અને તેમને ઉજ્જવળ ભવિષ્યની તક મળશે. ખેડૂતોના સંતાનોને મદદ કરવાનો આ નિર્ણય શિક્ષણ અને સામાજિક સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ડૉ. કંડોરીયાએ જણાવ્યું હતું કે, "આપત્તિના આ સમયમાં સમાજના એક ભાગ તરીકે, જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું એ આપણી નૈતિક ફરજ છે અને મારો પ્રયાસ માત્ર એટલો જ છે કે કોઈ પણ દીકરી આર્થિક કારણોસર તેના અભ્યાસથી વંચિત ન રહે."