હિતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત સરકાર(Gujarat Government) દ્વારા રાજ્યમાં દુષ્કાળ(Draught) પડ્યો છે કે નહીં તે નક્કી કરવા માટે જુના સમયથી ચાલી આવતી આનાવારી પદ્ધતિનો(Anawari system) ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે હવે નવી 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016'ના(Manual for Draught Management-2016) આધારે દુષ્કાળની આકારણી કરવામાં આવશે. મહેસુલ વિભાગ(Revenue Department) દ્વારા આનાવારી પદ્ધતિ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016 શું છે? 
કેન્દ્ર સરકાર સામે જુની પદ્ધતિથી દુષ્કાળની આકારણી બંધ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. 'સ્વરાજ અભિયાન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' નામની આ અરજીની સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે ભારત સરકારને દુષ્કાળ નક્કી કરવા
માટે વિવિધ સુચનાઓ આપી હતી. જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016' (Manual for Draught Management-2016) તૈયાર કરાયો હતો. 


ઉપરોક્ત અરજીમાં જણાવાયું હતું કે, દુષ્કાળની આકારણી કરવાની જુની પદ્ધતિ યોગ્ય નથી. આજે આધુનિક દુનિયામાં અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી ગઈ છે અને સેટેલાઈટ દ્વારા પણ ડાટા ઉપલબ્ધ બને છે તો તેના આધારે આકારણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટના
આદેશ બાદ કેન્દ્ર સરકારે દુષ્કાળની આકારણી કરવા માટે નવી પદ્ધતિ તૈયાર કરી હતી, જેને કેન્દ્ર સરકારે 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016' તૈયાર કર્યો હતો.


કેન્દ્ર સરકાર દ્વારા દુષ્કાળની આકારણી કેવી રીતે કરવી તેના માટે 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016'માં વિગતવાર માહિતી આપવામાં આવી છે. હવે, ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત મંત્રાલયના આદેશ અનુસાર દુષ્કાળની આકારણી માટે નવી
પદ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગયા વર્ષે પડેલા પડેલા દુષ્કાળમાં પણ રાજ્ય સરકારે આનાવારીની સાથે-સાથે 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ 2016'નો સંયુક્ત ઉપયોગ કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...