અમદાવાદમાં DRIનું મોટું સર્ચ ઓપરેશન, શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  

અમદાવાદમાં DRIનું મોટું સર્ચ ઓપરેશન, શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો

Ahmedabad News: ગુજરાતીઓને હચમચાવી નાખતો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં અમદાવાદનો આ ઘટના સાંભળીને હોશ ઉડી જશે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક બંધ ફ્લેટમાંથી એક-બે નહીં પરંતું આશરે 100 કિલો જેટલું સોનું મળી આવ્યું છે. આ ઉપરાંત રોકડનો પણ ખજાનો મળી આવ્યો છે. આ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. 

આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે, તે ફ્લેટ શેર બજારના ઓપરેટરના સંબંધીઓનો હોવાનું કહેવાય છે. આ ફ્લેટમાંથી 100 કિલો જેટલું સોનું મળ્યું હોવાનું કહેવાય છે. આટલા મોટા પ્રમાણમાં સોનું છુપાવ્યું હોવાની બાતમી મળતાં એજન્સીઓ પણ ચોંકી ગઈ હતી.

બંધ ફ્લેટમાંથી કબજે કરાયું સોનું અને રોકડ
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ATSની સાથે DRIની ટીમ પણ કરી રહી છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં DRIના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા 100 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત 70-80 લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 17, 2025

તપાસમાં મોટું કૌભાંડ આવી શકે છે સામે
પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી હતી. તાજેતરમાં એવી પણ માહિતી મળી રહી છે કે, જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું છે, પણ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે. 

ડબ્બા ટ્રેડિંગ કરતા વેપારીઓમાં ફફડાટ
મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશનને લઈને ડબ્બા ટ્રેડિંગ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news