પાકિસ્તાને ગુજરાતમાં ફેંક્યા ડ્રોન, ભારતના 26 ઠેકાણા પર કર્યો હુમલાનો પ્રયાસ

India-Pakistan War Situation LIVE Updates: પાકિસ્તાનનો ભારત પર સવારે મિસાઈલ એટેક... જમ્મુ, પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટ.. રાતે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી 26 ડ્રોન છોડ્યા
 

પાકિસ્તાને ગુજરાતમાં ફેંક્યા ડ્રોન, ભારતના 26 ઠેકાણા પર કર્યો હુમલાનો પ્રયાસ

Gujarat On High Alert : યુદ્ધ એ જ કલ્યાણ... હવે તો એવુ જ લાગી રહ્યું છે. સતત ત્રીજા દિવસે પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં 26 જગ્યાએ હુમલાનો પ્રયાસ કરાયો હતો. દેશમાં અલગ અલગ 26 જગ્યાએ હુમલાનો પ્રયત્ન કર્ોય હતો. ભારતે તમામ હુમલાને બનાવ્યા નિષ્ફળ બનાવ્યા છે. ભારતની ડિફેન્સ સિસ્ટમે પાક. હુમલાને થતા રોક્યા છે. ત્યારે ગુજરાતના ભુજ પર પણ હુમલા થયાનો રક્ષા મંત્રાલયે ખુલાસો કર્યો છે. 

  • ચાર રાજ્યોમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ
  • ગુજરાતમાં કેટલાક ડ્રોન તોડી પડાયા
  • રાજસ્થાના કેટલાક શહેરોમાં હુમલાનો પ્રયાસ
  • હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવાયા

રક્ષા મંત્રાલયે આપી ટ્વિટ
રક્ષા મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી કે, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. સ્થાનોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે.

 

— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 9, 2025

 

દુઃખની વાત છે કે, એક સશસ્ત્ર ડ્રોને ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવ્યો, જેના પરિણામે એક સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે.

ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ સ્તરની સતર્કતા જાળવી રહ્યા છે, અને આવા તમામ હવાઈ જોખમોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને કાર્યરત છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.

નાગરિકો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, ઘરની અંદર રહેવા, બિનજરૂરી હિલચાલ મર્યાદિત કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સલામતી સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પણ વધુ સતર્કતા અને સાવચેતી રાખવી જરૂરી છે.

દેશમાં અલગ અલગ એરપોર્ટ કરાયા બંધ
દેશના કુલ 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે. ઉધમપુર, અંબાલા, અમૃતસર એરપોર્ટ, અવંતીપુરા, ભટીંડા, ભૂજ, બિકાનેર એરપોર્ટ, ચંડીગઢ, હલવારા, હિંડન, જેસલમેર એરપોર્ટ, જમ્મૂ, જામનગર, જોધપુર, કંડલા એરપોર્ટ, કાંગરા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ-મનાલી એરપોર્ટ, લેહ, લુધિયાણા, મુંદ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ એરપોર્ટ, શિમલા, શ્રીનગર એરપોર્ટ, થોઈસે, ઉત્તરલાઈ એરપોર્ટ પણ બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news