)
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સુચના અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા તમામ પોલીસને આપવામાં આવી હતી. જેના પગલે બગોદરા પોલીસે બાતમીના આધારે નશાકારક કફસીરપની બોટલ નંગ 937ની હેરાફેરી કરતા બે આરોપીઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બગોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.બી.જોગરાણા અને બગોદરા પોલીસની ટીમને બાતમીના આધારે હકીકત મળેલ કે શિયાળ બગોદરા રોડ પરના શિયાળ બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્મશાનની ઓરડીમાં બે ઇસમોએ નશાકારક કોડેઇનયુક્ત કફશીરપની બોટલોનો જથ્થો ચોરી છુપીથી રાખી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખ્યું હોય જે નશાકારક કોડેઇનયુક્ત કફસીરપની બોટલોનો જથ્થો ત્યાંથી લઇ બીજી જગ્યાએ વેચાણ કરવા માટે હેરફેર કરવાના છે.
બે આરોપીઓની ધરપકડ
આ બાતમી આધારે જગ્યાએ રેડ કરતા બન્ને આરોપીઓ સુમીત ઉર્ફે સુમો જયંતીભાઇ સોલંકી અને રવિભાઇ રાજુભાઇ ભાલોડીયા બાઇક ઉપર નશાકારક કકશીરપની પેટીઓની હેરાફેરી કરતા રંગે હાથ બગોદરા પોલીસના પકડાયેલ ગયા હતા. ત્યારે બગોદરા પોલીસ દ્વારા એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં ચકાસણી કરાવતા NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત નશાકારક કફશીરપની બોટલો નંગ 937 જેની કિંમત 1,65,849 સહિત મોબાઇલ ફોન નંગ 2 તથા બાઇક સહિત કુલ 2,25,849 મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બગોદરા પોલીસની સામે આવ્યું હતું કે, વધુ બે આરોપીઓ શ્રવણભાઇ ઉર્ફે સલ્લુ ભરતભાઇ ગોહેલ, અજયભાઇ ઉર્ફે ભોલી પ્રભુભાઇ સોલંકી હજી ફરાર છે. ત્યારે બગોદરા પોલીસે ફરાર બન્ને આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. હાલ તો બગોદરા પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ NDPS એકટ કલમ 8(C), 21(C), 29 મુજબ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગનો દાખલ કરી કફ સીરપ ક્યાંથી લાવ્યા અને ક્યારે લાવ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
શું-શું મુદામાલ કબ્જે કર્યો?
Windlas Rx Codeine Phosphate & Triprolidine Hydrochloride Syrup WINROF-T Cough Syrupની બોટલો નંગ 937 જેની કિંમત રૂપિયા 1,65,849, મોબાઇલ ફોન નંગ 2 અને એક બાઇક મળી કુલ 2,25,849 મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.