ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદ; પાણીમાં ફસાયેલા 58 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યું!

Bhavnagar HeavyRains: ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર કે જ્યાં માઢિયા, સવાઇનગર, દેવળીયા, પાળીયાદ જેવા ગામોને આ વિસ્તારમાંથી પસાર થતી ઘેલો, માલેશ્રી, કાલુભાર અને કેરી સહિતની અનેક નદીઓના કહેરનો સામનો કરવો પડે છે. ત્યારે છેલ્લા બે દિવસ દરમ્યાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે

ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદ; પાણીમાં ફસાયેલા 58 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યું!

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન ધોધમાર વરસાદ ખબક્યો હતો, જેના કારણે સમગ્ર જિલ્લા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે આજે ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ આંસિક વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસના વિસ્તારો પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ભાલ પંથકમાં સતત પાણીની આવક થઈ રહી છે. 

ભાલ પંથક એવો વિસ્તારમાં છે જ્યાં વગર વરસાદે લોકોને ભીંજાવું પડે છે. તેમજ ઉપરવાસના વિસ્તારમાં પડેલા વરસાદી પાણી ભાલ પંથકમાં પથરાઈ જતા હોય લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે ભાવનગર અમદાવાદ શોર્ટરૂટ પર આવેલા મીઠાના અગર ફરતે પાણી ફરી વળતા 3 જેસીબી ઓપરેટર ફસાયા હોવાની વિગતના આધારે ભાવનગર ગ્રામ્ય મામલતદાર રેસ્ક્યુ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. 

આ જ સમયે આ વિસ્તારમાં આવેલા એડમીરલ સોલ્ટ માં કામ કરતા શ્રમિકો તથા અન્ય મળી 30 લોકો ફસાયાની ફરી વિગત સામે આવી હતી જેને લઈને મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફતે પાણીમાં જઇ રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં રેસ્ક્યુ ટીમ ની કામગીરી દરમ્યાન કુલ 58 લોકો ફસાયા હોય જે તમામને બોટ મારફતે સલામત બહાર લાવવામાં આવ્યા હતા. 

આ વિસ્તારમાં અનેક મીઠાના અગર આવેલા છે જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરો કામ કરે છે. જેમાં અનેક પરિવારો ત્યાં જ વસવાટ કરતા હોય જે પાણીમાં ફસાયા હતા. જેમાં બાળકો અને મહિલાઓ ની સંખ્યા વધુ હતું. જે તમામને રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news