વાયુ વાવાઝોડાને કારણે કંડલા બંદર નજીકના 16 હજાર જેટલા લોકોનું કરાયું સ્થળાંતર

વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કંડલા અને તેના નજીકના નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 16 હજાર જેટલા લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા મોટી સંખ્યામાં લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 
 

વાયુ વાવાઝોડાને કારણે કંડલા બંદર નજીકના 16 હજાર જેટલા લોકોનું કરાયું સ્થળાંતર

નિધિરેશ રાવલ/ગાંધીધામ: વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કંડલા અને તેના નજીકના નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 16 હજાર જેટલા લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા મોટી સંખ્યામાં લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 

કંડલા અને તેની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે 16 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીધામ અને આજુબાજુના આશરે 24 જેટલા આશ્રય સ્થાનો પર રાખવામાં આવ્યા છે અને તેમના જમવા સહિતની તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે હાલમાં આ તમામ સ્થળો પર વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ બાબતે અંજાર પ્રાંત અધિકારીએ વી. કે. જોષીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાના કારણે ગાંધીધામના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. 24 જેટલા આશ્ચર્ય સ્થાન પર રાખવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેની સહાયથી ભોજન, પાણી તથા આવાસ વગેરેની વ્યવસ્થા કરાઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news