રાજકોટના ધોરાજીમાંથી ઝડપાઇ 2 હજાર તથા 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો

ધોરાજીમાં પોલીસે બાતમીના આધારે 2 હજાર અને 500ની નકલી નોટો ઝડપી લેવામાં સફળતા મળી છે.

Updated By: Oct 8, 2018, 11:20 AM IST
રાજકોટના ધોરાજીમાંથી ઝડપાઇ 2 હજાર તથા 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો

હનીફ ખોખર/રાજકોટ: ધોરાજીમાં પોલીસે બાતમીના આધારે 2 હજાર અને 500ની નકલી નોટો ઝડપી લેવામાં સફળતા મળી છે. ધોરાજીના છાડવાવદર ગામમાં પોલીસે ડુપ્લીકેટ નોટો સાથે 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલી ડુપ્લીકેટ નોટોમાં 2 હજારના દરની 36 તથા 500ના દરની નોટો સાથે 82000 હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. 

મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધોરાજીમાં કરવામાં આવેલી રેડમાં નકલી નોટો સાથે 5 ઇસમો ઝડપી લેવામાં આવ્યા છે. અને અન્ય 6 આરોપીના નામ ખુલતા તેમને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આ મામલાની તમામ તપાસ એસઓજી પોલીસેને સોપી દેવામાં આવી છે. નોટબંધી બાદ પણ બજારમા આવી રીતે નકલી નોટો ફરતી થતા સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે.