દ્વારકા નપાના પ્રમુખ તરીકે જીતેશ માણેક અને ઉપપ્રમુખ તરીકે પરેશ ઝાખરિયાની વરણી

 દ્વારકા નપાના પ્રમુખ તરીકે જીતેશ માણેક અને ઉપપ્રમુખ તરીકે પરેશ ઝાખરિયાની વરણી

દ્વારકાઃ દ્વારકા નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવ્યા બાદ આજે તેના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે જીતેશ માણેકની પસંદગી કરવામાં આવી છે, અને ઉપપ્રમુખ તરીકે પરેશ ઝાખરિયાની વરણી કરવામાં આવી છે. આ બંન્ને સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા બંન્નેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા અને બંન્નેને શુભકામનાઓ આપી હતી. પબુભા માણેકે જણાવ્યું કે, ગુજરાત મુક્ત કોંગ્રેસની શરૂઆત દ્વારકાથી થઈ છે અને આગામી સમયમાં સમયમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવા માટે કામ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news