ગુજરાતના આ શિવમંદિરમાં પહોંચવા દરિયાના પાણીમાંથી પસાર થવું પડે છે

દ્વારકાના ઘુઘવતા રત્ના સાગર વચ્ચે અતિ પૌરણિક શિવાલય આવેલું છે. દ્વારકાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષોથી માત્ર એક જ ખડક પર ઉભેલું છે અને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના આ શિવમંદિરમાં પહોંચવા દરિયાના પાણીમાંથી પસાર થવું પડે છે

રાજુ રૂપારેલિયા/દ્વારકા :દ્વારકાના ઘુઘવતા રત્ના સાગર વચ્ચે અતિ પૌરણિક શિવાલય આવેલું છે. દ્વારકાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષોથી માત્ર એક જ ખડક પર ઉભેલું છે અને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમા વરસાદથી બનાસ નદીનું લેવલ વધ્યું, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

દ્વારકાના દરિયા વચ્ચે ઘેરાયેલ આ સ્વયંભૂ શિવલિંગ શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ અને પ્રવાસીઓનું માનીતું સ્થળ માનવામાં આવે છે. દરિયો જાણે રોજ ભગવાન શિવના ચરણ ધુએ છે તેવુ અહી પ્રતિત થાય છે. આ મંદિર દરિયા વચ્ચે આવેલ એક ખડક પર બનેલું છે. જ્યાં દરિયાની લહેરો રોજ મંદિરને સ્પર્શે છે. આ સેંકડો વર્ષોનો ક્રમ છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલ હોવા છતાં આ મંદિરમાંના શિવલિંગનું તેજ હજી પણ અકબંધ છે. આ શિવલિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વર્ષોથી તેની ચમક અને આકારમાં કોઈ બદલાવ આવ્યો નથી. સમુદ્રની વચ્ચે હોવા છતાં આ શિવલિંગ પર દરિયાઈ વાતાવરણ કે ખારાશની અસર જોવા નથી મળતી.

દર્શન માટે આવતા પ્રવાસીઓ કલાકો સુધી અહીં બેસીને શાંતિ મેળવે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો પ્રવાહ અહીં વધ્યો છે. દરિયા વચ્ચે આ મંદિર આવેલું હોવાથી અહી ભરતી દરમિયાન પાણી મંદિરને ઘેરી વળે છે અને ઓટ આવતા જ પાણી ઓછા થઈ જાય છે.

રાજ્યના પ્રવાસન વિભાગ તરફથી મંદિર તરફ આવવા જવાના માર્ગો અને વ્યવસ્થામાં અનેક ફેરફારો કરાયા છે. જેના કારણે વધુ લોકો આ મંદિરના દર્શન કરી પ્રાકૃતિક વાતાવરણ માણવા મોટી સંખ્યામાં આવી પહોંચે છે. દ્વારકાનું આ ભડકેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સ્થાનિકો પૂજન અર્ચન કરવા પધારે છે. સાંજ પડતા જ અહીંનો માહોલ બદલાઈ જાય છે. વાતાવરણ એવુ બને છે કે પ્રવાસીઓને વારંવાર અહીં આવવાનું મન થાય. દર શિવરાત્રીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news