ચિંતન ભોગયતા/અમદાવાદ :‘‘દીકરા, કદી લાંચ લેતો નહીં...’’ એક માતા આ શબ્દોએ દીકરાનું જીવન બદલી નાખ્યું. આ શબ્દો બોલનાર હતા હીરાબા અને સલાહ સાંભળનાર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ક્યારે, કેમ અને શા માટે હીરાબાએ નરેન્દ્ર મોદીને આવી સલાહ આપી હતી અને તેનું શું પરિણામ આવ્યું આવો જોઈએ તેનો એક રસપ્રદ ઈતિહાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ હતા. સીએમ તરીકે ચૂંટાયા પછી પહેલું કાર્ય નરેન્દ્ર મોદીએ એમના માતૃશ્રીના આશીર્વાદ મેળવવાનું કર્યું હતું. તેમને રૂબરૂ મળી ચરણ સ્પર્શ કર્યા હતા. અને ત્યારે માતાએ પોતાના દીકરાને એક જ સલાહ આપી હતી કે. દીકરા, કદી લાંચ લેતો નહીં.


આ પણ વાંચો : Surat : યુવકે યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના સ્ટેટસ પર લખ્યું ‘કોલ મી...’


ત્યારથી માતાના આ શબ્દોને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનમાં એવી રીતે ઉતાર્યા કે આજે પણ તેનું આચરણ કરે છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે PMOએ જાહેર કરેલી પ્રધાનમંત્રીની સંપત્તિ. સત્તામાં આટલાં વર્ષો રહ્યા છતાં તેમની પાસે કોઈ અચળ સંપત્તિ નથી. ઘણી સંપત્તિ તેમણે દાન કરી દીધી છે. તો તેમની જંગમ સંપત્તિ 2 કરોડ 23 લાખ 82 હજાર 504 રૂપિયા છે. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, જીવન વીમા પૉલિસી, રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્રો, 4 સોનાની વીંટીઓ અને રોકડનો સમાવેશ થાય છે.



એટલે જ પીએમ મોદી છાતી ઠોકીને કહી શકે છે કે, હમ ફકીર આદમી હૈ... ભૂતકાળમાં થોડા પાછળ જઈને પીએમ મોદી મુખ્યમંત્રી હતા એ સમયની વાત કરીએ તો લોકો તરફથી જે ભેટ મળતી તે બધી ભેટ નરેન્દ્ર મોદી સરકારી તોશાખાનામાં જમા કરાવતા અને ત્યારબાદ એની હરાજી થતી. એકઠું થયેલું ભંડોળ કન્યાશિક્ષણ માટે બાજુ પર મુકવામાં આવતું.


આ પણ વાંચો : ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, કેન્સરથી પીડિત હતા


મુખ્યમંત્રીને ભેટ મળે તે માટે એક સરકારી કાયદો પણ છે કે તત્કાલીન મુખ્યમંત્રીને જે ભેટ મળે તે સરકારી તોશાખાનામાં જમા કરાવવી જોઈએ. જો મુખ્યમંત્રી કોઈ ભેટ પોતાને માટે રાખવા માગતા હોય તો એ ભેટની માર્કેટ કિંમત આંકી એટલી રકમ તેમણે સરકારને આપવી જોઈએ. આવો કાયદો હોવા છતાં સામાન્ય રીતે બધા મુખ્યમંત્રી ભેટ સરકારને પરત કરતા નથી. તેઓ પોતે જ એ રાખીને ઘરે લઈ જાય છે. પરંતું નરેન્દ્ર મોદી જુદી જ માટીના માનવી છે. તેઓ પોતાના માટે કંઈ પણ રાખતા નથી. તેમને મળેલી ભેટોની હરાજીમાંથી અત્યાર સુધી કરોડો રૂપિયા એકઠા થયા છે.


આજે જ્યારે કોઈ પણ પક્ષનો નેતા હોય પહેલું કામ પોતાનાં ખિસ્સાં ભરવાનું કરે એવામાં ગુજરાતમાં એક એવા નેતા પણ થયા, જેમણે સંપત્તિ ભેગી કરવાના બદલે દાન કરવું વધારે યોગ્ય સમજ્યું. આ હતી નરેન્દ્ર મોદીની પોતાના માતાએ કહેલા શબ્દોની આચરણની કહાની.