ભચાઉમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપ: લોકો રસ્તા પર દોડી આવ્યાં

કચ્છ ફોલ્ટલાઇન સક્રિય થઇ હોવાનાં કારણે કચ્છી માંડુઓનાં જીવ અધ્ધરતાલ જ રહે છે, અફવાઓથી દુર રહેવા તંત્રની સલાહ

Updated By: Mar 22, 2018, 05:29 PM IST
ભચાઉમાં 3.4ની  તિવ્રતાનો ભૂકંપ: લોકો રસ્તા પર દોડી આવ્યાં

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર કચ્છની ધરા ભુકંપથી ધણધણવા લાગી છે. આજે કચ્છનાં ભચાઉમાં ભૂકંપનાં હળવા આંચકાઓ અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનાં આંચકાઓ અનુભવાતા લોકો બહાર દોડી આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને ભૂકંપની જાણ થતા બહાર દોડી આવ્યા હતા. જો કે કચ્છનાં ભચાઉમાં સવારે સાડા અગિયાર વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદું ભચાઉથી ઉત્તર પૂર્વમાં 9 કિલોમીટર દુર હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સામાન્ય ભૂકંપ અનુભવાતા રહેતા હોય છે. જો કે તે ખુબ જ સામાન્ય જનજીવનને અનુભવાતા ન હોય તેવા હોય છે. પરંતુ આજ મધરાતથી અત્યાર સુધીમાં 6 આંચકાઓ અનુભવાયા હતા. પરંતુ આજે બપોરે 3.4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ગભરાય ફેલાઇ ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ફોલ્ટ લાઇન સક્રિય થઇ હોવાનું અગાઉ જ હવામાન વિભાગ સ્પષ્ટતા કરી ચુક્યુ છે. ઉપરાંત હવે ભચાઉ ફોલ્ટ લાઇન પણ વિકસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેનાં કારણે કચ્છ અને ખાસ કરીને ફોલ્ટ લાઇન નજીકનાં નગરો અને શહેરોમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.