છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ, જાણો શું લોકોની સ્થિતિ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે. 

છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ, જાણો શું લોકોની સ્થિતિ

મુસ્તાક દલ/જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે. જેથી ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સરકાર પાસે આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

કાલાવડ તાલુકામાં આવેલ ખાનકોટડા, સરાપાદર, બાંગા અને બેરાજા સહિતના ગામોમાં છેલ્લા દસથી પંદર દિવસ દરમિયાન સતત દિવસ દરમિયાન ત્રણથી ચાર ભૂકંપના આંચકા અને રાત્રીના સમયે પણ ભૂકંપના આંચકા આવતા હોવાના કારણે ગ્રામજનોમાં એક ભય ફેલાયો છે. ભૂકંપના આંચકાના કારણે કાચા મકાનોને ભારે નુકસાની થઇ રહી છે. તો પાકા મકાનોમાં પણ તિરાડો પડતી હોવાની વ્યાપક રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, જીએસટી દરોમાં સરકાર કરશે ઘટાડો: નીતિન પટેલ

ખાનકોટડા સહિતના ગામોમાં સતત આવતા ભૂકંપ રાજ કામના કારણે લોકો સૂઈ પણ શકતા નથી અને ગમે તે સમયે ભોગાવાના કારણે વારંવાર ગામમાં ભાગ દોડનો માહોલ છવાય છે. જ્યારે ગામમાં ઘણા લોકો રાત ઉજાગરા કરીને પણ ભૂકંપની આપવામાંથી બચવા માટે મહેનત કરી રહ્યા છે. ખાન કોટડામાં આવેલી શાળામાં પણ અલગ અલગ રૂમ અને છતમાં નાની મોટી તિરાડો ભૂકંપ કાને પડી રહી છે તો કાચા મકાનો સતત આવતા ભૂકંપના આંચકાના કારણે ધરાશાયી થવાની તૈયારીમાં છે. જ્યારે પાકા મકાનોમાં પણ મોટી મોટી તીરાડોના કારણે ગ્રામજનો સતત ભૂકંપના ભયમાં જિંદગી પસાર કરી રહ્યા છે.

આમા કેવી રીતે ભણશે ગુજરાત: શિક્ષક દારૂના નશામાં આપી રહ્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ

રાજય સરકાર કે, સિસમોલોજી વિભાગના કોઇ અધિકારી હજુ સુધી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પણ ફરકયા નથી. જેને લઇને ગ્રામજનોમા ભારે આક્રોશ છે. જ્યારે સતત છેલ્લા 18 વર્ષથી જ્યારે પણ સારો વરસાદ અને સારૂ વર્ષ થાય ત્યારે ખાનકોટડા સહિતના આસપાસના ગામો ભૂકંપની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન દરરોજ ત્રણથી ચાર જેટલા હળવા આંચકાઓ ચાર પાંચ સેકન્ડ માટે આવે છે. અને ગામમાં ભયનો માહોલ છવાઇ જાય છે.

અમદાવાદ: કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમર પર જ તેની પુત્રીએ કરી મારામારીની ફરિયાદ

જ્યારે સતત આવતા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પણ ખાનકોટડામાં જ હોવાથી હવે ભૂકંપના આંચકાથી કંટાળી ચૂકેલાં ગ્રામજનો પણ સ્થળાંતર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. અને રાજ્ય સરકાર અથવા સિસ્મોલોજી વિભાગ દ્વારા ભુકંપ માપક યંત્ર મુકી દરરોજ થતી ભુકંપના આંચકાની સમસ્યા અંગે ચોક્કસ નિરાકરણ લાવવાની પણ માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news