DPS સ્કૂલની મનમાની પર શિક્ષણ વિભાગ લાલ આંખ

DPS સ્કૂલની મનમાની પર શિક્ષણ વિભાગ લાલ આંખ

અમદાવાદઃ રાજ્યની શાળાઓની મનમાની કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે શહેરની ડીપીએસ સ્કૂલની મનમાની સામે આવી હતી. ફી ભરવાને મામલે ડીપીએસ સ્કૂલના સંચાલકોએ વાલીઓને અલ્ટીમેટમ આપ્યું હતું. શાળા સંચાલકોએ ત્રણ દિવસમાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને હોલ ટિકિન ન આપવાની ધમકી આપી હતી. સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વાલીઓના પોર્ટલ પણ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલના આ ત્રાસથી પરેશાન વાલીઓ રજૂઆત કરવા માટે આજે ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. 

વાલીઓની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું હતું. શિક્ષણ વિભાગે ડીપીએસ સ્કૂલને લપડાક આપતા જણાવ્યું કે, જો સ્કૂલ વિદ્યાર્થીઓને હોલ ટિકિન નહીં આપવામાં આવે તો તેની સામે પગલા ભરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્કૂલની મનમાની પર રોક લગાવતા મહત્વનો આદેશ આપ્યો છે. ડીઈઓના આ આદેશ બાદ વાલીઓની મુશ્કેલી દૂર થઈ છે. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news