)
Vadodara News : વડોદરાની શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ કરાયો છે. વોર્ડ 17 ના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયા છે. સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે આ ઘટના બની હતી.
વડોદરા શહેરમાં સિટી પોલીસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસની ઘટના બની હતી. વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશજી પર અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈને લોકો પસાર થતા હતા ત્યારે તેમના પર ઈંડા ફેંકાયા હતા.
ઘટનાની જાણ તતા જ પાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી ગયા હતા. મંડળની ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ત્યારે ઘટના મામલે VHPએ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.
આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરાશે. આ ઘટના રાત્રિના 3 વાગ્યાના આસપાસની છે. શંકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે. હાલમાં અજાણ્યા શખસો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે. હાલ વડોદરા પોલીસે આ ઘટનામાં સાત શખ્સોને રાઉન્ડ અપ કર્યા.
ગણપતિની મૂર્તિ પર ઇંડા ફેંકવાનો મામલે વિશ્વ હિંદુ પરિષદ મેદાનમાં આવી છે. VHP એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે માંગ કરી. VHP ના વડોદરાના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ કહ્યું કે, આરોપીઓને પકડી કડકમાં કડક કાર્યવાહી કરો. હિન્દુઓની લાગણી દુભાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ઘટના બાદ સિટી પોલીસ સ્ટેશનમાં VHP ના કાર્યકરો આવી પહોંચ્યા હતા.