close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વડોદરાના આ યુવાઓને સલામ...ગરીબ બાળકોના જીવનનું અદભૂત રીતે કરે છે ઘડતર

 ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ મોઘું થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવી યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે.

Viral Raval Viral Raval | Updated: May 19, 2019, 10:37 PM IST
વડોદરાના આ યુવાઓને સલામ...ગરીબ બાળકોના જીવનનું અદભૂત રીતે કરે છે ઘડતર

રવિ અગ્રવાલ, વડોદરા: ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ મોઘું થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવી યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. આ સાથે જ તેમને અભ્યાસ માટે જરૂરી સાધન સામગ્રી આપી તેમનું ઘડતર કરી રહ્યા છે. યુવાનોના આ ઉત્તમ કાર્યમાં લોકો પણ સાથ આપી રહ્યા છે.

મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

વડોદરામાં નોકરી કરતા, કોલેજમાં અભ્યાસ કરતા કે વ્યવ્સાય કરતા યુવાનોએ "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવ્યું છે. જેમાં શરૂઆતમાં માત્ર 6 યુવાનો હતા જયારે આજે 9 માસ બાદ 60 યુવાનો જોડાયા છે. એક ખ્વાઈશ ગ્રુપના યુવાનોએ 'પસ્તી કી પાઠશાલા' નામથી અભિયાન ચાલુ કર્યું છે જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે. પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા આવે તેમાંથી બાળકોના ભણવા માટેની સાધન સામગ્રી જેવી કે પેન્સીલ, ચોપડા, સ્ટડી મટિરીયલ, કંપાસ લાવી બાળકોને મફતમાં આપે છે.

યુવાનો પોતાના રોજીંદા કામમાંથી રવિવારની રજાના દિવસે આખો દિવસ સેવાસી ખાતે આવેલા હનુમાજીના મંદિરના પ્રાંગણમાં સ્લમ વિસ્તારમાં રહેતા 150 જેટલા ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. યુવાનો એક થી નવ ધોરણ સુધીના બાળકોને મફત શિક્ષણ આપે છે. યુવાનોએ પોતાની પાઠશાળાનું નામ 'પસ્તી કી પાઠશાલા' આપ્યું છે કારણ કે તેઓ લોકો પાસેથી પસ્તી ઉઘરાવી બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. 

જુઓ LIVE TV

પસ્તી કી પાઠશાલામાં અભ્યાસ કરવા આવતી ધોરણ 9ની વિધાર્થીની જાનવી પરમાર કહે છે કે પસ્તી કી પાઠશાલામાં આવવાથી પરીણામ સુઘર્યું છે. તો યુવાનોને પસ્તી આપી બાળકોના ઘડતરમાં સહભાગી થનાર લોકો કહે છે કે યુવાનો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. જેનાથી ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળશે.

પસ્તી લોકો ભંગારમાં આપી દેતા હોય છે અથવા તો પસ્તીને ફેકી દેતા હોય છે પરંતુ વડોદરાના યુવાનોએ પસ્તીમાંથી ગરીબ બાળકો માટે જે પસ્તી કી પાઠશાલા શરૂ કરી છે તે ખરેખર સમાજ માટે એક ઉત્તમ દાખલા સમાન છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...